ભૂટાન અમારો ખાસ મિત્ર અને પાડોશી : પીએમ મોદી

News18 Gujarati
Updated: August 17, 2019, 7:47 PM IST
ભૂટાન અમારો ખાસ મિત્ર અને પાડોશી : પીએમ મોદી
ભૂટાન અમારો ખાસ મિત્ર અને પાડોશી : પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂટાનના બે દિવસીય પ્રવાસે છે

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાડોશી દેશ ભૂટાનના બે દિવસીય પ્રવાસે છે. ભૂટાનના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તે અહીં આવીને ખુશ છે. બંને દેશોના સંબંધો સંયુક્ત હિતો ઉપર આધારીત છે. ભારતની જનતાએ નિર્ણાયક જનાદેશ આપીને ફરી ભૂટાન સાથે કામ કરવાની તક આપી છે.

પીએમ મોદીએ ભૂટાન નરેશોની બુદ્ધિમતા અને દૂરદર્શિતાની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેમણે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું માર્ગદર્શન કર્યું છે. ભૂટાનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે ભૂટાને એક એવું ઉદાહરણ રજુ કર્યું છે જ્યાં વિકાસને હેપીનેસમાં માપવામાં આવે છે.

આ પણ વાંચો - વડાપ્રધાન મોદી પહોંચ્યા ભૂટાન, એરપોર્ટ પર થયું ભવ્ય સ્વાગત

પીએમ મોદીએ આ દરમિયાન ઘણી ઘોષણા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત ભૂટાનમાં શિક્ષાનો વિસ્તાર કરશે. બંને દેશ હાઇડ્રોપાવરને વધારશે. બંને દેશ નાના ઉપગ્રહો ઉપર સાથે મળીને કામ કરશે.

પીએમ મોદી શનિવારે સવારે ભૂટાન પહોંચ્યા હતા. આ ભૂટાનનો તેમનો બીજો પ્રવાસ છે. ભૂટાનના પ્રધાનમંત્રી લોટે શેરિંગે એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
First published: August 17, 2019
વધુ વાંચો
अगली ख़बर