કર્ણાટકમાં 12 મેના રોજ વિધનસભા ચૂંટણી થવાની છે. રાજ્યમાં નરેન્દ્ર મોદી ત્રીજા ચરણની ચૂંટણી પ્રચાર કરશે. ગુરૂવારે કલબુર્ગીમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતાં ઘણાં નિવેદનો આપ્યાં. તેમણે કહ્યું કર્ણાટકની જનતા મેની ગરમીને સહન કરી શકે છે પરંતુ કોંગ્રેસની સરકારને હવે અને વધારે સહન નથી કરી શકતી. નરેન્દ્ર મોદીના સંબોધનની મહત્વની વાતો.
વંદેમાતરમનું અપમાન જ્યારે કોંગ્રેસના સર્વોચ્ચ નેતા જાહેર સભામાં વંદે માતરમનું અપમાન કરી શકે છે તો તેમની પાસેથી દેશભક્તિ અને પરાક્રમો પ્રતિ સકારાત્મકતાના ભાવ આવવો અસંભવ છે.
કોંગ્રેસે સેનાનું અપમાન કર્યું વડાપ્રધાને સેનાના બહાને પણ કોંગ્રેસ પર નિશાન તાક્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે દેશના જવાનોએ પકિસ્તાનમાં ઘુસીને સર્જીકલ સ્ટ્રાઈક કરી તો કોંગ્રેસે તેના પર પણ સવાલ ઉભા કર્યા. કોંગ્રેસે સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગ્યા હતાં. 1948માં પાકિસ્તાનને હરાવ્યાં પછી પીએમ નેહરૂ અને તત્કાલીન રક્ષા મંત્રી કૃષ્ણ મેનને જનરલ થિમાયાનું પણ અપમાન કર્યું હતું.
રાહુલ ગાંધીની કેંડલ માર્ચ પર પ્રહાર કર્ણાટકમાં દલિતો પર ખુબ જ અત્યાચાર થયા છે, બીદરમાં દલિતની દિકરી સાથે શું થયું હતું તે બધાને ખબર છે. દિલ્હીમાં કેંડલ માર્ચ કાઢનાર કોંગ્રેસના નેતાઓને હું પુછવા માંગુ છું કે, અહીં એક દલિતની દિકરી સાથે અત્યાચાર થયો ત્યારે તમારી કેંડલ લાઈટ ક્યાં ખોવાઈ ગઈ હતી.
કોંગ્રેસની ઉડી જાય છે ઉંઘ જ્યારે અમે સરદાર વલ્લભ ભાઇ પટેલનું નામ લઇએ છે તો કોંગ્રેસની ઉંઘ ઉડી જાય છે. દેશભક્તોનું અપમાન કરવું તેમની આદત છે. તેઓ ઇચ્છે છે કે આ દેશ સ્વતંત્રતા સેનાનીઓને ભૂલી જાય.
વાયદા નથી નિભાવતી કોંગ્રેસ ગત ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો કર્યો હતો કે તે મલ્લિકાર્જુન ખડગેજીને મુખ્યમંત્રી બનાવશે. એવું કહીને તેમણે દલિત સમાજને ભ્રમમાં નાંખ્યા. કોંગ્રેસ આવી જ રાજનીતિ કરે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર