અમેરિકામાં પીએમ મોદીએ કહ્યું - આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક ID અને બૅન્ક એકાઉન્ટ

News18 Gujarati
Updated: September 25, 2019, 7:36 PM IST
અમેરિકામાં પીએમ મોદીએ કહ્યું - આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક ID અને બૅન્ક એકાઉન્ટ
અમેરિકામાં પીએમ મોદીએ કહ્યું - આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક ID અને બૅન્ક એકાઉન્ટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ન્યૂયોર્કમાં બ્લૂમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમને સંબોધિત કર્યું હતું. જેમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે ભારતમાં ફરી એ જ સરકાર છે જે પોતાના છેલ્લા પાંચ વર્ષના કાર્યકાળમાં કરેલા કામોને લઈને લોકો વચ્ચે ગઈ હતી અને પહેલા કરતા વધારે સીટો લઈને સત્તામાં આવી હતી. વૈશ્વિક કારોબારીઓને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે જો તમે રોકાણ કરવા માંગો છો તો તમારે ભારત આવવું જોઈએ. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું હતું કે અમે ટેક્સ રિફોર્મ કર્યા છે. સાથે લગભગ 370 મિલિયન લોકોને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં બૅન્કિંગ સાથે પ્રથમ વખત જોડ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી એર પેસેન્જર ટ્રાફિકમાં ગ્રોથ થઈ રહ્યો છે. જેના કારણે ભારત દુનિયામાં ત્રીજા નંબરે છે. પહેલા ટેક્સનો જાળ હતો. હવે જીએસટીના કારણે એક ટેક્સ થઈ ગયો છે.

પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું હતું કે આજે ભારતના દરેક નાગરિક પાસે યૂનિક આઈડી અને મોબાઇલ છે. જેના કારણે યોજનાનો ફાયદો ભ્રષ્ટાચાર વગર સીધો લોકો સુધી પહોંચ્યો છે. લોજિસ્ટિક્સ પર્ફોમન્સ ઇન્ડેક્સમાં 10 નંબરનો ઉછાળ આવ્યો છે. વર્લ્ડ બૅન્ક ઇઝ ઓફ ડૂઈંગ ઇન્ડેક્સમાં 63 રેન્કિંગનો સુધારો થયો છે.

આ પણ વાંચો - આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું - કાશ્મીરમાં શાંતિ, લોકોને કોઈ જ પરેશાની નથી

પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા વીજળી કનેક્શન લેવામાં લોકોને ઘણા વર્ષો લાગી જતા હતા હવે થોડાક દિવસોમાં જ મળી જાય છે. કંપની રજિસ્ટર કરવામાં વર્ષો લાગી જતા હતા અને હવે કેટલાક કલાકોમાં કંપની રજિસ્ટર થઈ જાય છે. છેલ્લા 20 વર્ષમાં જેટલી FDI થઈ છે તેનાથી 50% અમે ફક્ત 4 વર્ષમાં કરી બતાવી છે. લગભગ 90% FDI નેચરલ છે.

પૃથ્વીને માતા માનીએ છીએ
પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની લાઇફસ્ટાઇલ દુનિયા માટે ઉદાહરણ છે. અમે પૃથ્વીને અમારી માતા માનીએ છીએ. આપણે જરુરત માટે બધું કરીએ છીએ. લાલચથી અમારો સમાજ ઘણો દૂર છે. આપણે નેચર સાથે જોડાઈને ચાલવાની આદત પાડવી પડશે. અમે 100 ગીગાવોટ રેન્યૂબલ એનર્જીનો લક્ષ્ય રાખ્યો હતો. અમે 120 મેળવી લીધો છે. અમારો આગામી લક્ષ્યાંક 240 ગીગાવોટનો છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમારી સામે ન્યુક્લિયર એનર્જીની સમસ્યા છે. જો અમને આ ગ્રૂપનો સભ્ય બનાવવામાં આવે તો અમે દુનિયા સામે ઉદાહરણ રજુ કરી શકીએ છીએ. અમે પાણીને લઈને જળ જીવન અભિયાન ચલાવી રહ્યા છીએ અને દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકી દીધો છે. અમે સ્ટાર્ટઅપ દ્વારા યુવાઓને આગળ વધવા પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે અમે જલ્દી 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનો લક્ષ્ય મેળવી લેશું.
First published: September 25, 2019, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading