BRICS: પીએમ મોદીએ કહ્યું - આતંકવાદના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન

News18 Gujarati
Updated: November 14, 2019, 10:54 PM IST
BRICS: પીએમ મોદીએ કહ્યું - આતંકવાદના કારણે દુનિયાની અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 11માં બ્રિક્સ શિખર સંમેલનના સ્વાગત ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 11માં બ્રિક્સ શિખર સંમેલનના સ્વાગત ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો

  • Share this:
બ્રાઝિલીયા : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુરુવારે 11માં બ્રિક્સ શિખર સંમેલન (BRICS Summit)ના સ્વાગત ભાષણમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ સમસ્યાના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન થયું છે. બ્રાઝિલીયાના ઐતિહાસિક પેલેસમાં બ્રિક્સ પૂર્ણ અધિવેશનને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ વિકાસ, શાંતિ અને સમૃદ્ધિ માટે મોટો ખતરો છે. આ પ્રસંગે બ્રાઝિલ (Brazil), ચીન (China), રશિયા (Russia) અને દક્ષિણ આફ્રિકા(South Africa)ના રાષ્ટ્રપતિ ઉપસ્થિત હતા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે કેટલાક અંદાજ પ્રમાણે આતંકવાદના કારણે વિકાસશીલ દેશોની આર્થિક વૃદ્ધિ 1.5 ટકા પ્રભાવિત થઈ છે. જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને 1,000 અબજ ડોલરનું નુકસાન થયું છે.

આ પણ વાંચો - અમિત શાહે કહ્યું - રાફેલના નિર્ણયથી સાબિત થયું, સંસદમાં કરેલ હંગામો બનાવટ હતી

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદ દ્વારા ફેલાયેલ ભ્રમ, ટેરર ફંડિંગ, ડ્રગ ટ્રેફિકિંગ અને અપ્રત્યક્ષ રીતે થઈ રહેલા સંગઠિત અપરાધોને કારણે વેપાર અને વ્યવસાયને ઘણું નુકસાન થયું છે. પીએમ મોદીએ કહ્યું હતું કે મને મિત્ર દેશ બ્રાઝિલની આ સુંદર રાજધાનીમાં 11માં બ્રિક્સ સમિટમાં આવીને ઘણો આનંદ થયો છે. હું ભવ્ય સ્વાગત અને સમિટની શાનદાર વ્યવસ્થા માટે મારા મિત્ર રાષ્ટ્રપતિ બોલ્સોનારોનો હાર્દિક ધન્યવાદ આપું છું.

પીએમ મોદીએ કહ્યું હતું કે આ સમિટની થીમ - ‘ઇકોનોમિક ગ્રોથ ફોર એન ઇનોવેટિવ ફ્યૂચર’ ઘણું સટીક છે. ઇનોવેશન આપણા વિકાસનો આધાર બની ચૂક્યો છે. જેથી જરુરી છે કે આપણે ઇનોવેશન માટે બ્રિક્સ અંતર્ગત સહયોગ મજબુત કરે.
First published: November 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...