Home /News /world /

ક્યૂબા: વિમાન ટેક-ઓફ બાદ તરત ક્રેશ, 100થી વધુના મોત

ક્યૂબા: વિમાન ટેક-ઓફ બાદ તરત ક્રેશ, 100થી વધુના મોત

    ક્યુબાની રાજધાની હવાનામાં એક વિમાન ટેક-ઓફ થયાના થોડા જ સમય બાદ ક્રેશ થઈ ગયું. આ ઘટના શુક્રવારની છે, જ્યારે જોસ માર્ટી ઈંટરનેશનલ એરપોર્ટ નજીક બોઈંગ 737 વિમાન ઉડાન ભરતા જ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ દુર્ઘટનામાં 100થી વધારે લોકોના મોત નીપજ્યા છે.  આ દુર્ઘટના દક્ષિણી હવાનાના જોસ માર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં સૈટંટિયાગો ડિ લાસ વેગસ નામના શહેર પાસે થઇ હતી.

    રેડિયો હવાના ક્યૂબાના સમાચાર અનુસાર, આ ત્યાંનું લોકલ વિમાન હતું, જે હવાના થી પૂર્વના શહેર હોલગુઈન જઈ રહ્યું હતું. વિમાનમાં 104 યાત્રીઓ સવાર હતા. ઘટના બાદ આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે.



    એએફપીના રિપોર્ટ અનુસાર, નજરે જોનારા લોકોએ જણાવ્યું છે કે, વિમાન પાસે કાળો ધુમાડો દેખાઈ રહ્યો હતો. જોકે હજુ સુધી દુર્ઘટનાનું કારણ જાણી નથી શકાયું.
    Published by:kiran mehta
    First published:

    Tags: After, એરપોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन