ઓલ્ગા અને પીટર હૈંડકેને સાહિત્યનો નૉબેલ પુરુસ્કાર મળ્યો

News18 Gujarati
Updated: October 10, 2019, 6:46 PM IST
ઓલ્ગા અને પીટર હૈંડકેને સાહિત્યનો નૉબેલ પુરુસ્કાર મળ્યો
ઓલ્ગા અને પીટર હૈંડકેને સાહિત્યનો નૉબેલ પુરુસ્કાર મળ્યો

યૌન ઉત્પીડનના મામલાને જોતા ગત વર્ષે સાહિત્યના નૉબેલની જાહેરાત સ્થગિત કરી દેવામાં આવી હતી, જેની જાહેરાત આ વખતે કરવામાં આવી છે

  • Share this:
સ્ટૉકહોમ : સાહિત્ય પ્રેમીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે સાહિત્યના નૉબેલ પુરુસ્કાર (Nobel Prize)ની જાહેરાત ગુરુવારે કરી દેવામાં આવી છે. 2019નો સાહિત્યનો નૉબેલ ઓસ્ટ્રિયાઇ લેખક પીટર હૈંડકે (Peter Handke)ને આપવામાં આવ્યો છે. જ્યારે 2018ના સાહિત્યના નૉબેલ માટે પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકારજુક (Olga Tokarczuk)ની પસંદગી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે યૌન ઉત્પીડનના મામલાને જોતા ગત વર્ષે સાહિત્યના નૉબેલની જાહેરાત સ્થગિત કરી દેવામાં આવી હતી.

57 વર્ષીય ઓલ્ગા એક રાઇટર, કાર્યકર્તા અને બુદ્ધિજીવી છે. તે પોતાની પેઢીની કર્મશલ રુપથી સૌથી વધારે સફળ લેખિકાઓમાંથી એક છે. 2018માં તેના ઉપન્યાસ ફ્લાઇટ્સ માટે મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તે પોલેન્ડના પ્રથમ મહિલા છે.

આ પણ વાંચો - આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો કેમિસ્ટ્રીનો નૉબેલ, આમની શોધથી સંભવ બન્યો સ્માર્ટફોન

જ્યારે ઓસ્ટ્રિયાઇ ઉપન્યાસકાર, પ્લેરાઇટ અને અનુવાદક પીટરે પોતાની માતાની આત્મહત્યાથી પ્રભાવિત થઈને ‘ધ સોરો બિયોડ ડ્રીમ્સ’બુકની રચના કરી હતી. પીટર ફિલ્મ લેખક પણ રહ્યા છે અને તેમની લખેલી એક ફિલ્મને 1978ના કાન ફેસ્ટિવલ અને 1980ના ગોલ્ડ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમને 1975માં સ્ક્રીનપ્લે રાઇટર માટે જર્મન ફિલ્મ એવોર્ડ ઇન ગોલ્ડ મળી ચૂક્યો છે.

આ પહેલા 2019નો કેમિસ્ટ્રી નૉબેલ પુરુસ્કાર સંયુક્ત રુપથી ત્રણ રસાયણ વૈજ્ઞાનિકો અમેરિકાના જોન બી ગુડઇનફ, બ્રિટનના કે એમ સ્ટેનવી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશીનોને આપવામાં આવ્યો હતો. ત્રણેયને સંયુક્ત રુપથી આ પુરુસ્કાર લિથિયમ આયન બેટરી (Lithium-Ion Batteries)ની શોધ અને તેના વિકાસ માટે આપવામાં આવ્યો છે.
First published: October 10, 2019, 6:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading