અમેરિકા જવા ઇચ્છુક લોકો આ મહત્વના સમાચાર ધ્યાનથી વાંચો

વર્ષ 2011માં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરનાર ઇલેક્ટ્રિલ ઇન્જિનિયર સોમક ગોસ્વામીનું કહેવું છે કે જ્યાં સુધી આ કાનૂન નથી બદલાઇ જતો તયાં સુધી હું આ જીવનમાં ગ્રીન કાર્ડ નહીં મેળવી શકું. મારી સાથે કામ કરનાર અનેક લોકો જે વર્ષ 2017માં અમેરિકા આવ્યા છે તેમને ગ્રીન કાર્ડ મળી ગયું છે. મારો વાંક બસ એટલો છે કે હું ભારતમાં જન્મ્યો છું.

અમેરિકાની સરકાર દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે દેશની અલગ અલગ એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષાના જન સુરક્ષાના ખતરા સમાન આશરે 10,000 ભારતીઓની ઓળખ કરી હતી. આ તમામ ભારતીઓને વર્ષ 2018માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

 • Share this:
  અત્યારે અમેરિકામાં (America) જઈને પૈસા કમાવવાનું ભૂત મોટાભાગના લોકોમાં જોવા મળે છે. ખાસ કરીને યુવાનોમાં અમેરિકા જવાની ઘેલછા વાધારે જોવા મળે છે. જોકે અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે આ સમાચાર મહત્વના છે. અમેરિકાની સરકાર દ્વારા એક રિપોર્ટ (Reports) રજૂ કરવામાં આવ્યો છે.

  રિપોર્ટ પ્રમાણે દેશની અલગ અલગ એજન્સીઓએ (Agency) રાષ્ટ્રીય સુરક્ષાના જન સુરક્ષાના ખતરા સમાન આશરે 10,000 ભારતીઓની (Indians) ઓળખ કરી હતી. આ તમામ ભારતીઓને વર્ષ 2018માં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

  મંગળવારે (10 ડિસેમ્બરે) રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે આ દશ હજાર લોકોમાં 831 લોકોને અમેરિકાની બહાર હાંકી કાઢવામાં આવ્યાહતા. ઇમિગ્રેશન અમલીકરણની ધરપકડ, કસ્ટડી અને બહાર મોકલવા અને પસંદ કરેલી વસ્તીથી સંબંધિત મુદ્દાઓ શિર્ષકવાળા આ રિપોર્ટમાં સરકારી જવાબદારી કાર્યાલયે તૈયાર કર્યો છે.

  અમેરિકી ઇમિગ્રેશન અને સીમા શુલ્ક પ્રવર્તન અથવા આઈસીઈ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ભારતીઓની સંખ્યા 2015થી 2018 વચ્ચે બમણી થઈ છે. આઈસીઈએ 2015માં 3532 ભારતીઓને કસ્ટડીમાં લીધા હતા. જ્યારે 2016માં 3913, 2017માં 5322 અને 2018માં 9811 ભારતીઓને કસ્ટડીમાં લીધા હતા.

  રિપોર્ટ પ્રમાણે આઈસીઈએ 2018માં 831 ભારતીઓને દેશની બહાર મોકલ્યા હતા. જ્યારે 2015માં 296, 2016માં 387 અને 2017માં 474 ભારતીયોને દેશની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.

  ઉલ્લેખનીય છે કે, અમેરિકા જવા માટે લોકો અનેક પ્રકારના કિમિયા અજમાવતા હોય છે. અને ક્યારેક લોકો જીવના જોખમે પણ અમેરિકા જવા માટે તૈયાર થતા હોય છે. તાજેતરમાં મેક્સિકો બોર્ડર ઉપર અમેરિકામાં ઘૂસણખોરી કરતા 11 ચીની લોકોને પોલીસે પકડ્યા હતા.
  Published by:ankit patel
  First published: