વેટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદૂક કાઢી મારી દીધી ગોળી

News18 Gujarati
Updated: August 18, 2019, 8:02 AM IST
વેટરે સૅન્ડવિચ આપવામાં મોડું કર્યુ તો ગ્રાહકે બંદૂક કાઢી મારી દીધી ગોળી
પ્રતીકાત્મક તસવીર

ગ્રાહકે ગુસ્સામાં આવી વેટરના ખભામાં ગોળી મારી, ઘટનાસ્થળે જ મોત

  • Share this:
ફ્રાન્સની રાજધાની પેરિસના બહારના વિસ્તારમાં પિઝા અને સૅન્ડવિચની એક રેસ્ટોરાંમાં એક ગ્રાહકે વેટરની ગોળી મારી હત્યા કરી દીધી. મળતા અહેવાલ મુજબ ગ્રાહકને સૅન્ડવિચ માટે રાહ જોવી પડી હતી, જેના કારણે તેને ગુસ્સો આવી ગયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પેરિસના પૂર્વ ઉપનગર નોઇજી-લે-ગ્રેન્ડના એક રેસ્ટોરાંમાં શુક્રવાર રાત્રે ફાયરિંગનો અવાજ સાંભળીને વેટરના સહકર્મીઓએ પોલીસને જાણ કરી. વેટરના ખભામાં ગોળી વાગી હતી. 28 વર્ષીય વેટરનું ઘટનાસ્થળે જ મોત થયું.

આ પણ વાંચો, કાબુલમાં લગ્ન સમારોહ દરમિયાન બ્લાસ્ટ, 40 લોકોનાં મોત, 100 ઘાયલ

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બંદૂકધારી ગુસ્સામાં હતો કારણ કે તેની સૅન્ડવિચ તાત્કાલીક તૈયાર ન થઈ શકી. જેના કારણે તે ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો. ઘટના બાદ બંદૂકધારી ફરાર થઈ ગયો. પોલીસે જણાવ્યું કે હત્યાના મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.

29 જુલાઈએ 3 લોકોની હત્યા થઈ હતી

ગત મહિને જુલાઈમાં દક્ષિણ ફ્રાન્સમાં રવિવાર સાંજે ઓલીઉલ્સ કમ્યૂનમાં એક ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. મૃતકોમાં બે વિદેશી પર્યટક પણ સામેલ હતા.આ પણ વાંચો, પાકિસ્તાનને 24 કલાકમાં બીજા બે મોટા ઝટકા! ડૂબ્યા કરોડો રૂપિયા
First published: August 18, 2019, 7:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading