ઇમરાન ખાને કાશ્મીર પર કર્યું ટ્વિટ, ભારતનો જવાબ- પોતાનો દેશ સંભાળો

પાકિસ્તાને ભારતના મામલામાં કોઈપણ બોલતા પહેલા પોતાના દેશની હાલત પર ધ્યાન આપવાની જરૂર - વિદેશ મંત્રાલય

News18 Gujarati
Updated: October 23, 2018, 8:11 AM IST
ઇમરાન ખાને કાશ્મીર પર કર્યું ટ્વિટ, ભારતનો જવાબ- પોતાનો દેશ સંભાળો
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર પર કરેલ ટ્વિટ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી
News18 Gujarati
Updated: October 23, 2018, 8:11 AM IST
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કાશ્મીર પર કરેલ ટ્વિટ પર ભારતે સખત પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે ઇમરાનના નિવેદન પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતના આંતરિક મામલોમાં ટિપ્પણી કરવાના બદલે પાકિસ્તાનના પીએમે પોતાના દેશના મુદ્દો ઉપર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાને ભારતના મામલામાં કોઈપણ બોલતા પહેલા પોતાના દેશની હાલત પર ધ્યાન આપવાની જરૂર છે.

ઇમરાન ખાને સોમવારે કહ્યું હતું કે ભારતે કાશ્મીર મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા માટે આગળ વધવું જોઈએ. ખાનની આ ટિપ્પણી દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક અથડામણ પછી થયેલ વિસ્ફોટમાં છ નાગરિકોના મોત પછી કરી છે.

ઇમરાને ટ્વિટ કર્યું હતું કે ભારતીય સુરક્ષા દળો દ્વારા...નિર્દોષ કાશ્મીરીઓની હત્યાના નવા ચક્રની સખત નિંદા કરુ છું. સમય આવી ગયો છે કે ભારત એ સમજે કે તેણે યુએનના પ્રસ્તાવ અને કાશ્મીરી લોકોની ઇચ્છા પ્રમાણે કાશ્મીરના મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવા આગળ વધવું જોઈએ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત અને અન્ય પડોશી દેશો સામે આતંકવાદીઓ અને આતંકવાદી ગતિવિધીઓનું સમર્થન કરી રહ્યું છે. પાકિસ્તાને આતંકવાદનું સમર્થન કરવાના બદલે આતંકવાદને નાથવા વિશ્વસનીય કામગીરી કરવી જોઈએ. પાકિસ્તાન આતંકવાદનું સમર્થન કરીને આખી દુનિયા સામે ખલ્લું પડી ગયું છે.

ઇમરાન ખાન કાશ્મીર પર નિવેદન કર્યું હોય તેવો પ્રથમ બનાવ નથી. ચૂંટણીમાં જીત મેળવ્યા પણ પછી કાશ્મીરનો રાગ આલાપ્યો હતો.
First published: October 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...