પાકિસ્તાની મીડિયાએ વડાપ્રધાન ઈમરાન ખાનની સેલરી સ્લિપના હવાલાથી સેલરીનો ખુલાસો કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પીએમ ઈમરાન ખાનની સેલરી મંત્રીઓથી પણ ઓછી છે. રિપોર્ટ મુજબ, પીએમ ઈમરાન ખાનની દર મહિને સેલરી 2.01 લાખ રૂપિયા છે. ટેક્સ કાપ્યા બાદ તેમને દર મહિને 1,96,979 રૂપિયા જ મળે છે. પછી ભથ્થાઓને સામેલ કરીને તે 2,01,574 રૂપિયા થાય છે. ત્યારબાદ તેમાં 4,595 રૂપિયા ટેક્સ કપાય છે. ભારતીય કરન્સીના હિસાબે પાકના પીએમને 1 લાખ રૂપિયા મહિને મળે છે.
કુલ એડહોક રાહત ભથ્થા- 44,294 રૂપિયા મહિનાની સેલરી પર ટેક્સ- 4,595 રૂપિયા પીએમ ખાનની નેટ ઇનકમ (ઇન હેન્ડ)- 1,96,000 રૂપિયા
તેની તુલનામાં તેમના મંત્રી અઢી લાખ રૂપિયા પ્રતિ મહિને અને પંજાબ પ્રાંતના મુખ્યમંત્રીની સેલરી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા છે. પંજાબ પ્રાંત દ્વારા તેના સભ્યો અને મંત્રીઓની સેલરી વધારવા પર ઈમરાન ખાને ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેઓએ લખ્યું કે એક વાર પાકિસ્તાનમાં સંપન્નતા આવી જાય તે પછી આ પ્રકારનું પગલું ભરવું ઠીક છે. હાલ આપણી પાસે એટલા પણ સંસાધન નથી કે આપણે પોતાના તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીએ.
I am extremely disappointed by decision of Punjab Assembly to raise pays & privileges of MPAs, Ministers & esp CM. Once prosperity returns to Pak such a move cld be justified, but now, when we do not have resources to provide basic amenities to all our people, this is untenable