Home /News /world /POKમાં ઇમરાન ખાને યુવાઓને ઇસ્લામના નામે ભારતમાં ઘૂસણખોરી માટે ઉશ્કેર્યાં

POKમાં ઇમરાન ખાને યુવાઓને ઇસ્લામના નામે ભારતમાં ઘૂસણખોરી માટે ઉશ્કેર્યાં

POKમાં ઇમરાન ખાને યુવાઓને ઇસ્લામના નામે ભારતમાં ઘૂસણખોરી માટે ઉફસાવ્યા

PoKના રાજનીતિક કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાના મતે ઇમરાનની રેલી સાવ ફ્લોપ હતી

જમ્મુ કાશ્મીરમાંથી (Jammu-Kashmir) આર્ટિકલ (Article-370)હટાવવાના મુદ્દે દુનિયાભરમાંથી કોઈ દેશનો સાથ ન મળતા પાકિસ્તાન રઘવાયું થયું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan) પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાજધાની મુજફ્ફરાબાદમાં કાશ્મીર મુદ્દે (Kasmir Issue)રેલી કરી હતી. જેમાં ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendr Modi)સામે ઝેર ઓક્યું હતું. ઇમરાને લોકોને ઇસ્લામના નામ ઉપર ભારતમાં ઘૂસણખોરી માટે ઉફસાવ્યા હતા.

ઇમરાને કહ્યું - હું તમને બતાવીશ ક્યારે LoC પર જવાનું
ઇમરાને કહ્યું હતું કે PoKના યુવા LoC તરફથી આગળ વધવા માંગે છે પણ તમે અત્યારે ત્યાં ના જશો, હું તમને બતાવીશ કે તમારે ત્યાં ક્યારે જવાનું છે. પહેલા મને સંયુક્ત રાષ્ટ્ર(UN) માં જવા દો. દુનિયાને કાશ્મીરની સ્થિતિ વિશે બતાવવા દો. જો તેમણે કાશ્મીરનો મુદ્દો ના ઉકેલ્યો તો તેની અસર પૂરી દુનિયા ઉપર થશે. જોકે PoKના રાજનીતિક કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાના મતે ઇમરાનની રેલી સાવ ફ્લોપ હતી. રાવલપિંડી અને એબાટાબાદથી લોકોને ટ્રકોમાં ભરીને મુજફ્ફરાબાદ લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - ઈમરાન ખાનનું કબૂલનામું : જેહાદીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી

મુસ્લિમ કાર્ડ ખેલે છે ઇમરાન ખાન
PoKના રાજનીતિક કાર્યકર્તા અમજદ અયુબ મિર્ઝાએ કહ્યું હતું કે PoKના લોકોએ ઇમરાનની રેલીનો બહિષ્કાર કર્યો છે. દુનિયાએ આ માટે અહીંના લોકોને અભિનંદન આપવા જોઈએ. હતાશ ઇમરાન હવે મુસ્લિમ કોર્ડ (Muslim Card)ખેલી રહ્યો છે. ઇમરાને આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદીને યોજના ભારતમાં મુસ્લિમોના નસ્લીય સફાયાની છે. દુનિયાભરના 1.2 અરબ મુસલમાન કાશ્મીરની સ્થિતિ જોઈ રહ્યા છે. ઇમરાને કહ્યું હતું કે હું સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA)જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવીશ.
First published:

Tags: Article 370, Imran Khan, Jammu Kashmir, Pok, પાકિસ્તાન, ભારત