PAKમાં ઇમરાન સામે વિરોધ વધ્યો, PM મોદીને કાશ્મીર વેચી દીધું હોવાનો આરોપ લાગ્યો

PAKમાં ઇમરાન સામે વિરોધ વધ્યો, PM મોદીને કાશ્મીર વેચી દીધું હોવાનો આરોપ લાગ્યો
ઇમરાન ખાન

પાકિસ્તાનના વિપક્ષી દળોએ ઇસ્લામાબાદને ઘેરવાની ચેતવણી આપી

  • Share this:
    પાકિસ્તાન સરકાર ઉપર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કરીને કાશ્મીર વેચવાનો આરોપ લગાવ્યો છે અને સરકાર પછાડવા માટે જલ્દી ઇસ્લામાબાદને ઘેરવાની ચેતવણી આપવામાં આવી છે. આ આરોપ બીજા કોઈએ નહીં પણ પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના મલ્ટી પાર્ટી કોન્ફ્રેસે(MPC) લગાવ્યો છે. અખબાર ડોનમાં મંગળવારે પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે MPCના સંયોજક અને જમીયત ઉલેમા-એ ઇસ્લામ એફ(JUI-F) ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે બધા વિપક્ષી દળોએ ઇસ્લામાબાદ જવાનો નિર્ણય કર્યો છે.

    વિપક્ષ સરકાર સામે આ મુદ્દે એકજુટ


    મૌલાના ફઝલુર રહમાને કહ્યું હતું કે સંયુક્ત વિપક્ષની રહબર કમિટીને એક સપ્તાહની અંદર માંગ પત્ર તૈયાર કરવા માટે કહેવાયું છે. જેથી ઇસ્લામાબાદ જતા પહેલા તેમના હાથમાં કશુંક હોય. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝ(PML-N)ના અધ્યક્ષ શહબાઝ શરીફે કોન્ફરન્સમાં ભાગ લીધો ન હતો. જોકે આ બે મુખ્ય વિપક્ષી દળોના કેટલાક નેતા હાજર રહ્યા હતા.

    અહસાન ઇકબાલ અને નય્યર હુસૈન બુખારી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મૌલાના ફઝલે કહ્યું હતું કે સંયુક્ત વિપક્ષે આજે અભિયાન છેડ્યું છે, જે સરકારને પાડીને જ જપશે. કાશ્મીરના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવા વિશે પુછતા મૌલાના ફઝલે કહ્યું હતું કે સરકારે એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર કરી કાશ્મીરને વેચ્યું છે.

    વિપક્ષે એ પણ આરોપ લગાવ્યો છે કે વર્તમાન સ્થિતિને જોતા એ આશંકાને બળ મળે છે કે કાશ્મીરના સંબંધમાં નિર્ણય પાછલા મહીને પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો હશે કે જો ભારત કાશ્મીરના ભવિષ્યમાં કોઈ નિર્ણય કરશે તો પાકિસ્તાન તેના ઉપર ચુપ રહેશે. મૌલાના ફઝલે કહ્યું હતું કે આજે પાકિસ્તાનના લોકો અને કાશ્મીરના લોકો એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો શિકાર બન્યા છે. જેમાં ઇમરાન સરકાર સામેલ છે.
    Published by:News18 Gujarati
    First published:August 21, 2019, 22:46 pm

    ટૉપ ન્યૂઝ