પાકિસ્તાની એરફોર્સે દિલ્હી-કાબુલ સ્પાઇસ જેટની ફ્લાઇટને આકાશમાં જ ઘેરી લીધી અને....

News18 Gujarati
Updated: October 17, 2019, 6:27 PM IST
પાકિસ્તાની એરફોર્સે દિલ્હી-કાબુલ સ્પાઇસ જેટની ફ્લાઇટને આકાશમાં જ ઘેરી લીધી અને....
પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાની વિમાનના પાયલટ સંકેતો દ્વારા સ્પાઇસ જેટના પાયલટને વિમાનની ઉંચાઇ ઓછી કરવાનું કહેતા હતા.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇકના જખમ પાકિસ્તાની સેના અને હુક્મરાજ હજી સુધી ભુલાવી શક્યા નથી. જેનું તાજું ઉદાહરણ ગત મહિને જોવા મળ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની ખબરો વચ્ચે પાડોશી દેશની વધુ એક નાપાક હરકતનો ખુલાસો થયો છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાની એરફોર્સના (Pakistani airforce) ફાઇટર વિમાન F-16ને દિલ્હીથી કાબુલ (delhi kabul) જઇ રહેલા સ્પાઇસ જેટના (spice jet) વિમાનને (flight)આકાશમાં જ ઘેરવાની કોશિશ કરી હતી.

આ ઘટના ગત સપ્ટેમ્બર મહિનાની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કોઇપણ પ્રકારની ચૂક થઇ હોતતો મોટુ દુર્ઘટના થઇ શકી હોત. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે જ્યારે સ્પાઇસ જેટનું વિમાન હવામાં હતું ત્યારે પાકિસ્તાની બે વિમાનોએતેને ઘેરી લીધું હતું.

એટલું જ નહીં સ્પાઇલ જેટની કૉમર્શિયલ ફ્લાઇટના પાયલટને કહેવામાં આવ્યું હતું કે, વિમાનની ઉંચાઇ ઓછી કરે. એટલું જ નહીં પાયલટ પાસેથી ફ્લાઇની સંપૂર્ણ જાણકારી માંગી હતી. ANIના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, આ ઘટના 23 સપ્ટેમ્બરની છે. ફ્લાઇ નંબર SG-21માં 120 યાત્રીઓ સવાર હતા.

આ પણ વાંચોઃ-તસવીરોઃ વૈજ્ઞાનિકો પ્રમાણે આ છે દુનિયાની સૌથી ખૂબસૂરત મહિલા

વિમાનની ઉંચાઇ ઓછી કરવાનું કહેવાયુંઃ યાત્રીનો દાવો
સમાચાર એજન્સીનો દાવો છે કે, વિમાનમાં સવાર એક યાત્રીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, પાકિસ્તાની વિમાનના પાયલટને સંકેતો દ્વારા સ્પાઇસ જેટના પાયલટને વિમાનની ઉંચાઇ ઓછી કરવાનું કહેતા હતા.આ પણ વાંચોઃ-પૈસા વગર બૂક કરાવો દિવાળી અને છઠ ઉપર ટ્રેનની ટિકિટ, IRCTCની ખાસ ઑફર

એએનઆઇ પ્રમાણે એક અન્ય યાત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે પાકિસ્તાની વિમાન, સ્પાઇસ જેટના વિમાનની આસપાસ ફરવા લાગ્યા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે વિમાનની બારીઓ બંધ કરી દે. અને શાંતિ જાળવી રાખે. આ સંપૂર્ણ ઘટના ક્રમ ઉપર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકને (DGCA)પણ ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચોઃ-દિવાળી પહેલા મોદી સરકારે રજૂ કર્યા ગ્રીન ફટાકડા, જાણો શું છે વિશેષતા

રિપોર્ટ પ્રમાણે (DGCA)એ કહ્યું કે જ્યારે પાકિસ્તાની ફાઇટ વિમાનોએ પાયલટ્સની ગલતફેમી દૂર થઇ તો તેઓ વિમાનને અફઘાન સીમ સુધી એસ્કોર્ટ કરી લઇ ગયા હતા.

કાબુલમાં ફ્લાઇટ સુરક્ષિત રીતે ઉતર્યા પછી પરત ફરવા માટે લગભગ પાંચ કલાક મોડું થયું હતું. કારણ કે કાબુલમાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીઓએ દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી હતી.
First published: October 17, 2019, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading