ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સ્થળો ઉપર હવાઇ હુમલા કર્યા છે. આ હવાઇ હુમલા જૈશ એ મોહમ્મદના સ્થળો ઉપર કર્યા છે, જેમાં 300 જેટલા આતંકવાદી માર્યા ગયાની સુચના છે. આ દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી પરવેઝ ખટકનું એક નિવેદન ઘણું ચર્ચામાં રહ્યું છે. જેમાં તે કહી રહ્યા છે કે પાકિસ્તાનના સુરક્ષા દળો જવાબ આપવા તૈયાર હતા પણ અંધારું હોવાના કારણે તેઓ આમ કરી શક્યા ન હતા.
પત્રતાર નાયલા ઇનાયતે આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારતના હવાઈ હુમલાની પૃષ્ટિ કરે છે અને આગળ કહે છે કે વાયુ સેના તૈયાર હતી પણ અંધારુ હોવાના કારણે નુકસાનનો અંદાજ લગાવી શક્યા નહીં. તેમણે દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુ સેનાએ પહેલા નુકસાનનો અંદાજ લગાવવાની રાહ જોઈ હતી. જો ભારતે ફરી આમ કર્યું તો તેમને જવાબ આપવામાં આવશે.
આ દરમિયાન વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી વાતને સંભાળી લેતા જોવા મળે છે અને દાવો કરે છે કે પાકિસ્તાનની વાયુ સેનાના વિમાન ઉડાણ ભરી ચૂક્યા હતા. તેને જોઈને ભારતીય વિમાન પાછા ચાલ્યા ગયા હતા.
આ પહેલા પાકિસ્તાનની સંસદમાં વિપક્ષના સભ્યોએ ઇમરાન ખાનને ઘેર્યા હતા અને ‘શરમ કરો’, ‘શરમ કરો’ના નારા લગાવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર