UNSCમાં ફેલ થયા પછી પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આ જાહેરાત કરી

News18 Gujarati
Updated: August 20, 2019, 8:50 PM IST
UNSCમાં ફેલ થયા પછી પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે
UNSCમાં ફેલ થયા પછી પાકિસ્તાન હવે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે
News18 Gujarati
Updated: August 20, 2019, 8:50 PM IST
UN સુરક્ષા પરિષદમાં નિષ્ફળ રહ્યા પછી પણ પાકિસ્તાનને હજુ શાંતિ થઈ નથી. કાશ્મીર મુદ્દા ઉપર પાકિસ્તાન હવે નવા ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાને નિર્ણય કર્યો છે કે તે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આ જાહેરાત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 કલમ હટાવવા અને રાજ્યને કેન્દ્રશાષિત પ્રદેશમાં વહેંચવાના ભારત સરકારના નિર્ણયને લઈને પાકિસ્તાન ખરાબ રીતે હલબલી ગયું છે. આ મામલે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો દરવાજો પણ ખખડાવ્યો હતો પણ ત્યાં પણ નિરાશા હાથ લાગી હતી. યૂએનએસસીમાં ફક્ત ચીને પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. બીજા દેશોએ દ્વિપક્ષીય મામલો બતાવીને કોઈપણ ચર્ચા કરવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો - ઇમરાન ખાનની પૂર્વ પત્નીનો દાવો- 'કાશ્મીર અંગે મોદી સરકારની ડીલ આગળ ઝૂકી ગયા પાક. PM'

આંતરરાષ્ટ્રીય સ્તરે ઇજ્જત ગયા પછી પણ પાકિસ્તાન હવાતિયા મારી રહ્યું છે. આવા સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ આઈસીજેમાં આ મામલાને લઈ જવાની જાહેરાત કરી હતી.

કુરૈશીએ પાકિસ્તાનની એઆરવાઇ ન્યૂઝ ટીવીને કહ્યું હતું કે બધા કાનૂની પક્ષોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સ્પેશ્યલ આસિસ્ટેન્ટે પાક મીડિયાને જણાવ્યું હતું કે કેબિનેટ મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે. કેબિનેટે આ મામલાને વર્લ્ડ કોર્ટમાં લઈ જવાની સ્વિકૃતિ આપી છે.
First published: August 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...