PoKમાં ટેરર કેમ્પ નષ્ટ થતા રઘવાયું બન્યું પાકિસ્તાન, ભારતીય રાજદૂતને તલબ કર્યા

ઇમરાન ખાન

ભારતીય સેનાએ PoKમાં આવનાર તંગધાર સેક્ટરમાં કેટલાક આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા

  • Share this:
    પાકિસ્તાને (Pakistan) ભારતના ડિપ્ટી રાજદૂત ગૌરવ આહલૂવાલિયા (Deputy High commissioner Gaurava Ahluwalia)ને સરહદ પર થયેલા ગોળીબાર પછી તલબ કર્યા છે. તમને જણાવી દઈએ કે રવિવારે બંને દેશો વચ્ચે ચાલી રહેલી ઝડપ વધી ગઈ છે.

    સૂત્રોના મતે રવિવારેની સવારે ભારતીય સેના(Indian Army)એ પાકિસ્તાનના (Pakistan) કબજાવાળા કાશ્મીર (PoK)માં આવનાર તંગધાર સેક્ટરમાં કેટલાક આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની આર્મી ભારતીય વિસ્તારમાં ઘુસણખોરી કરાવવાના પ્રયત્નો કરી રહ્યું હતું જેના જવાબમાં ભારતીય સેનાએ આ પગલા ઉઠાવ્યા હતા.

    ભારતીય સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાએ કોઈ કારણ વગર સિઝફાયરનું ઉલ્લંઘન શરુ કરી દીધું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને આવું તંગધાર સેક્ટર(Tangadhar sector)થી ભારતીય વિસ્તારમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરવા માટે કર્યું હતું.

    આ પણ વાંચો - ભારતીય સેનાએ PoKમાં ટેરર કેમ્પ કર્યા નષ્ટ, હિજબુલ અને જૈશના 35 આતંકવાદી અને 6 પાક. સૈનિકનાં મોત

    સૂત્રોના મતે ભારતીય સેનાએ પોતાની આર્ટિલરી બંદુકોનો ઉપયોગ સરહદ પાર બનેલા કેમ્પોને નિશાન બનાવા માટે કર્યો હતો. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં નીલમ ઘાટી(Neelam Valley) વિસ્તારમાં ચાર આતંકી ટેટર પેટને નિશાન બનાવી નષ્ટ કરી દીધા હતા. ત્યાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવતી હતી. સૂત્રોના મતે આ દરમિયાન ચારથી પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ઇજાગ્રસ્ત થયા છે. 35 જેટલા આતંકવાદીઓના પણ મોત થયા છે.

    જોકે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ( Asif Ghafoor) ટ્વિટ કરીને કહ્યું હતું કે ઝડપ દરમિયાન પાકિસ્તાનના એક સૈનિક અને ત્રણ નાગરિકોના મોત થયા છે. જ્યારે બે સૈનિક અને પાંચ નાગરિકને ઈજા પહોંચી છે. ગફૂરે આરોપ લગાવ્યો છે કે ભારત સતત નાગરિકો (પાકિસ્તાનના)ને નિશાન બનાવી રહ્યું છે.
    First published: