કરતારપુર કોરિડોર : શીખ શ્રદ્ધાળુઓ માટે 20 ડોલરની ફી આપી શકે છે મોદી સરકાર

ભારત તરફથી કોરિડોરનું નિર્માણ 31 ઑક્ટોબર સુધી પુરુ કરી લેવામાં આવશે

News18 Gujarati
Updated: October 16, 2019, 8:52 PM IST
કરતારપુર કોરિડોર : શીખ શ્રદ્ધાળુઓ માટે 20 ડોલરની ફી આપી શકે છે મોદી સરકાર
કરતારપુર કોરિડોર : શીખ શ્રદ્ધાળુઓ માટે 20 ડોલરની ફી આપી શકે છે મોદી સરકાર
News18 Gujarati
Updated: October 16, 2019, 8:52 PM IST
ગુરદાસપુર : પંજાબ (Punjab)ના ગુરદાસપુર જિલ્લાના બાબા ડેરા નાનક (Baba Dera Nanak)માં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ નિર્માણનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારત તરફથી કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)નું નિર્માણ 70-75% પુરુ થઈ ગયું છે. ભારત તરફથી કોરિડોરનું નિર્માણ 31 ઑક્ટોબર સુધી પુરુ કરી લેવામાં આવશે અને કોરિડોરને સરકારને આપી દેવામાં આવશે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને (Pakistan) ભારતીય કાઉન્સલર ઑફિસરને કરતારપુર સાહિબ ગુરુદ્વારમાં નિમણુક કરવાની ભારતની માંગણીને મંજૂરી આપી દીધી છે. આ એક એવો ભારતીય અધિકારી હશે જેને કરતારપુર ગુરુદ્વારામાં ભારતીય તીર્થયાત્રીઓની મદદ માટે નિયુક્ત કરવામાં આવશે. આ અધિકારી સુનિશ્ચિત કરશે કે ભારત તરફથી ત્યાં ગયેલા કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ સમસ્યા ના થાય.

સૂત્રોના મતે બંને પક્ષો વચ્ચે એકમાત્ર અસહમતીનો મુદ્દો ભારત તરફથી આવનાર શીખ શ્રદ્ધાળુઓ ઉપર લગાવવામાં આવનાર 20 ડોલરની ફી છે. આ મામલામાં માનવામાં આવે છે કે ભારત શ્રદ્ધાળુઓની આસ્થા અને આ ગુરુદ્વારના મહત્વને જોતા ભારતીય તીર્થયાત્રીઓ તરફથી આ ફી ને આપવાની માંગણીને માની શકે છે.


Loading...પાકિસ્તાને દરેક વખતે 10 દિવસ પહેલા જ તીર્થયાત્રીઓની લિસ્ટ તેમને સોંપવાની માંગણી કરી છે. તેમનું કહેવું છે કે તે આ નામો ઉપર 6 દિવસની અંદર નિર્ણય લેશે. માનવામાં આવે છે આ મુદ્દા પર બંને પક્ષોના અધિકારીઓ વચ્ચે જલ્દી હસ્તાક્ષર થઈ શકે છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે ભારત તરફથી કોઇપણ અધિકારી કે મંત્રી કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે પાકિસ્તાન જશે નહીં. ભારત તરફથી કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન 8 નવેમ્બરે કરવામાં આવશે. પીએમ મોદી કોરિડોરના ઉદ્ઘાટન માટે 8 નવેમ્બરે બાબા ડેરા નાનક જશે.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...