Home /News /world /મુંબઈ હુમલા પર શરીફનું ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરનાર ડોન ન્યૂઝપેપર પર પ્રતિબંધ

મુંબઈ હુમલા પર શરીફનું ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કરનાર ડોન ન્યૂઝપેપર પર પ્રતિબંધ

    પાકિસ્તાન સરકારે દેશના અનેક વિસ્તારમાં અંગ્રેજી ન્યૂઝપેપર ડોનના સર્કુલેશન પર રોક લગાવી દીધી છે. નવાઝ શરીફે ડોન ન્યૂઝપેપરને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં નવાઝ શરીફે 2008 મુંબઇ હુમલા સંબંધિત વાતો કરી હતી જેમાં શરીફે સ્વીકાર્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા, આ સમાચાર બાદ દુનિયાભરમાં ચર્ચા જાગી હતી.

    12 મેએ ડોન ન્યૂઝપેપરમાં શરીફનો ઇન્ટરવ્યૂ છપાયો હતો, અને 15 મેએ કેટલાક વિસ્તારોમાં સર્કુલેશન રોકી દેવામાં આવ્યું. કહેવામાં આવી રહ્યું છે કે નવાઝના આ નિવેદનથી પાકિસ્તાન સેના અને સરકાર નારાજ છે. આંતરરાષ્ટ્રીય ગેરસરકારી સંસ્થા રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડરે આ જાણકારી આપી છે.

    રિપોર્ટર્સ વિદાઉટ બોર્ડરના રિપોર્ટ પ્રમાણે શરીફે ગત સપ્તાહે ડોનને આ ઇન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેઓએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકી સંગઠન હજી પણ એક્ટિવ છે, આ નોન સ્ટેટ એક્ટર્સ બોર્ડર પાર કરી મુંબઇમાં 150 લોકોની હત્યા માટે જવાબદાર છે, તેમના પર ટ્રાયલ કેમ ન કરવામાં આવ્યું ? નવાઝ શરીફના નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો, ટોપ મિલિટરી બોડી નેશનલ સિક્યોરીટી કમિટીએ પણ એક હાઇ લેવલ મિટિંગમાં તેની આલોચના કરી હતી. પ્રેસ કાઉન્સિલ ઓફ પાકિસ્તાને પણ ડોન ન્યૂઝપેપરના સંપાદકની આલોચના કરી અને ઘટનાને દેશની અખંડતા અને એકતા માટે નુકશાન કારક ગણાવી હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Nawaz sharif

    विज्ञापन
    विज्ञापन