ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરીને ભારત સાથે દુરવ્યવહાર કર્યો છે. ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગની ઇફ્તાર પાર્ટીનાં મેહમાનની સાથે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓનાં અધિકારીઓ અને જવાનોએ ગેરવર્તણૂક કરી છે. તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી અને તેમને અપશબ્દો કહેવામાં આવ્યા છે. માહિતી અનુસાર ઇસ્લામાબાદનાં સેરેના હોટલમાં ભારતીય ઉચ્ચાયોગને શનિવારનાં એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ જ સમયે ઘણં મેહમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તપાસનાં નામ પર હોટલની બહાર રોક્યા આ દરમિયાન પાર્ટીમાં આવનારા મેહમાનોને હોટલની બહાર રોકવામાં આવ્યા. અને તેમની એક નહીં પણ અનેકવખત તપાસ કરવામાં આવી. અધિકારીઓ અને મેહમાનોએ આ વાતનો વિરોધ કર્યો તો તેમની સાથે ધક્કા-મુક્કી કરવામાં આવી અને અપશબ્દો કહેવામાં આવ્યાં આ આખી ઘટનાનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે.
ભારતીય ઉચ્ચ કમિશનર દર્શાવ્યો ખેદ આ આખી ઘટનાક્રમ પર પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ કમિશનર અજય બિસારિયાએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો છે. એક વીડિયોમાં અજય કહે છે કે, હું તે લોકોનો આભાર માનવા ઇચ્છુ છુ જે લોકો અહીં આવ્યા. ખાસ કરીને તે મેહમાનોનો જે કરાચી અને લાહોરથી આવ્યા હતાં. સાથે જ માફી માંગુ છુ કે લોકોને અંદર આવવામાં ઘણી જ મુશ્કેલી થઇ. અને ઘણાં મિત્રો અહીં સુધી ન આવી શક્યા.
પહેલાં પણ થઇ છે આવી હરકત આવું પહેલી વખત નથી બન્યું જ્યારે પાકિસ્તાન તરફથી આવો વ્યવહાર કરવામાં આવ્યો હોય. પહેલાં પણ ઘણી વખત આવી ઘટના બની છે. ભારતીય રાજનાયકોને પરેશાન કરવામાં અને તેમનાં ઘરનું વીજળી પાણીનું કનેક્શન રોકવા જેવી હરકતો પણ પાકિસ્તાન કરી ચુક્યું છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર