SAARC સભ્યો વચ્ચે કોરોનાની ચાલતી ગંભીર ચર્ચા વચ્ચે PAKએ આલાપ્યો કાશ્મીર રાગ

પાકિસ્તાનની તરફથી રાજૌરીના નૌશેરા સેક્ટર અને પુંજની કૃષ્ણા ખીણ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં એક જવાન શહીદ થયો અને અન્ય જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના દર વર્ષે 2 હજારથી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે.

કોરોના વાયરસના મુદ્દા ઉપર થયેલા સાર્ક દેશોની આ વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ખુદ તો સામેલ થયા નહીં પરંતુ તેમની જગ્યાએ સ્વાસ્થ્ય મંત્રી ઝફર મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા.

  • Share this:
    નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus)ની મહામારીથી લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)જ્યાં દેશો અને વૈશ્વિક સ્તર ઉપર અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન (Pakistan)આ ખતરનાક વાયરસ સામે લડવાના બદલે નાપાક હરકત કરવા લાગ્યું છે. રવિવારે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)ની વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાનને ફરીથી કાશ્મીર રાગ આલાપ્યો હતો.

    કોરોના વાયરસના મુદ્દા ઉપર થયેલા સાર્ક દેશોની આ વીડિયો કોન્ફરન્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ખુદ તો સામેલ થયા નહીં પરંતુ તેમની જગ્યાએ સ્વાસ્થ્ય મંત્રી ઝફર મિર્ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઝફર મિર્ઝાએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે, કોરોના વાયરસના ખતર સામે લડવા માટે જમ્મુ-કાશ્મીરમાં દરેક પ્રકારની પાબંદીને હટાવી લેવી જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં પણ કોવીદ-19ના કેસ સામે આવ્યા છે.

    ઝફર મિર્ઝાએ કહ્યું હતું કે, કોરોના વાયરસ સૌથી ખતરનાક બની ગયો છે. દુનિયા ભરમાં આ વાયરસે 1,55,00 કેસ સામે આવ્યા છે. જેમાંથી 5,833 લોકોના મોત થયા છે. 138 દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેની સામે લડવા માટે કોઈપણ દેશ આડો નહીં ફાટી શકે. તેમણે કહ્યું કે, અમારો સામૂહિક પ્રયત્ન કોરોના વાયરસ સામે લડવામાં સાર્ક ક્ષેત્રમાં નક્કર રણનીતિ તૈયાર કરવામાં મદદ કરશે.

    ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના જણાવ્યા પ્રમાણે આ એક વોલેન્ટરી ફંડ હશે. જેમાં દરેક દેશ પોતાની મરજી પ્રમાણે પોતાનું યોગદાન આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 10 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે 74 કરોડ રૂપિયા ભારત તરફથી આપવામાં આવશે. આ રૂપિયાનો સાર્ક દેશોના સભ્યો જ્યારે જરૂર જણાય ત્યારે ઉપયોગ કરી શકશે.
    Published by:ankit patel
    First published: