Home /News /world /નરેન્દ્ર મોદીની જીતથી પાકિસ્તાનના સૂર પડ્યા નરમ, ઇમરાન ખાને ફોન કરી પાઠવ્યા અભિનંદન

નરેન્દ્ર મોદીની જીતથી પાકિસ્તાનના સૂર પડ્યા નરમ, ઇમરાન ખાને ફોન કરી પાઠવ્યા અભિનંદન

નરેન્દ્ર મોદીની જીતથી પાકિસ્તાનના સૂર પડ્યા નરમ

પાકિસ્તાને કહ્યું છે કે તે ભારતની નવી સરકારથી લંબિત પડેલા બધા મુદ્દા ઉપર વાત કરવા માટે તૈયાર

લોકસભા ચૂંટણી 2019માં બીજેપીની ભવ્ય જીત પછી પાકિસ્તાના સૂર પણ નરમ થઈ રહ્યા છે. સતત સીઝફાયરના ભંગ અને અને ઉશ્કેરીજનક નિવેદનો આપનાર પાકિસ્તાને હવે કહ્યું છે કે તે ભારતની નવી સરકારથી લંબિત પડેલા બધા મુદ્દા ઉપર વાત કરવા માટે તૈયાર છે.

મુલ્તાનમાં ઇફ્તાર પાર્ટી દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભારત-પાકિસ્તાને એક ટેબલ ઉપર બેસીને અંદરો-અંદરના મુદ્દા ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આ પણ વાંચો - રાહુલે કહ્યું - ગહેલોત અને કમલનાથે પાર્ટીની ઉપર જઈને દીકરાઓને ટિકિટ અપાવી

બીજી તરફ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે લોકોની ભલાઈ માટે બંને દેશો મળીને કામ કરશે. જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇમરાનને કહ્યું હતું કે ક્ષેત્રની શાંતિ અને સમૃદ્ધિ માટે હિંસામુક્ત અને આતંકમુક્ત માહોલ ઘણો જરુરી છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને એપ્રિલમાં કહ્યું હતું કે જો ભારતની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરીથી જીતીને આવશે તો તેનાથી બંને દેશોની શાંતિ પ્રક્રિયાને ઝડપ મળશે. સાથે કાશ્મીર મુદ્દાનું સમાધાન પણ સંભવ બની શકે છે.
First published:

Tags: Indian Government, પાકિસ્તાન, ભારત, સરકાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો