UNSCમાંથી ઝટકો લાગ્યો તો ઇમરાને દુનિયાને બતાવ્યો ભારતના પરમાણુ બોમ્બનો ડર

News18 Gujarati
Updated: August 18, 2019, 9:29 PM IST
UNSCમાંથી ઝટકો લાગ્યો તો ઇમરાને દુનિયાને બતાવ્યો ભારતના પરમાણુ બોમ્બનો ડર
UNSCમાંથી ઝટકો લાગ્યો તો ઇમરાને દુનિયાને બતાવ્યો ભારતના પરમાણુ બોમ્બનો ડર

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. કાશ્મીર મુદ્દા ઉપર પરમાણુ હુમલાની ધમકી આપ્યાના એક દિવસ પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના પરમાણુ હથિયારોનો ડર બતાવ્યો છે.

ઇમરાન ખાને ટ્વિટ કરતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રીતનો તણાવ બનેલો છે તે પછી ભારતના પરમાણુ હથિયારો ઉપર દુનિયાને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ એક એવો મુદ્દો છે જે ફક્ત કોઈ ક્ષેત્ર વિશેષ માટે જ ખતરો નથી, દુનિયાને પણ પ્રભાવિત કરે છે. ઇમરાન ખાનનું આ ટ્વિટ એ નિવેદન પછી આવ્યું છે જ્યારે તેણે ભારત દ્વારા કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સેના પૂરી રીતે તૈયાર રહેવા કહ્યું હતું.

કાશ્મીરની સ્થિતિ ઉપર દેશના શીર્ષ અધિકારીઓની બેઠક પછી પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી સાથે એક સંયુક્ત પત્રકાર સંમેલનને સંબોધિત કરતા સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે એ સંભવ છે કે ભારત કાશ્મીર ઉપર દુનિયાનું ધ્યાન હટાવવા માટે હુમલો શરુ કરી શકે છે.

આ પણ વાંચો - તિરંગાનું અપમાન કરી રહેલા લોકો સામે લડી મહિલા, વીડિયો વાયરલ

ગફુરે કહ્યું હતું કે અમને આશંકા છે કે ભારત કાશ્મીરમાંથી ધ્યાન હટાવવા માટે અમારી ઉપર હુમલો કરી શકે છે પણ અમે કોઈપણ સ્થિતિને નિપટવા માટે પૂરી રીતે તૈયાર છીએ. સ્થિતિને નિપટવા માટે નિયંત્રણ રેખા ઉપર સેના ગોઠવી દીધી છે.

પાકિસ્તાન તરફથી આ નિવેદન રક્ષા મંત્રી રાજનાથ સિંહના એ નિવેદન ઉપર આવ્યું છે જેમાં રક્ષા મંત્રીએ શુક્રવારે પોખરણમાં કહ્યું હતું કે પરમાણુ આયુદ્ધને લઈને અત્યાર સુધી અમારી નીતિ પ્રથમ ઉપયોગ ન કરવાની રહી છે. હવે ભવિષ્યમાં શું થાય છે તે સ્થિતિ ઉપર આધાર રાખે છે.
Loading...

First published: August 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...