UNGA: ઇમરાને કાશ્મીરમાં નફરતવાળા ભાષણની ક્રેડીટ બેગમ બુશરાને આપી!

UNGA: ઇમરાને કાશ્મીરમાં નફરતવાળા ભાષણની ક્રેડીટ બેગમ બુશરાને આપી!

બુશરા બેગમ તમે મારો આત્મવિશ્વાસ વધાર્યો. મારા માટે ઘણી દુવાઓ કરી. આ માટે તમારો આભાર - ઇમરાન ખાન

  • Share this:
    પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને (Imran Khan)સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં (UNGA)કાશ્મીર મુદ્દા ઉપર પોતાના ભાષણ માટે પત્ની બુશરા બેગમ(Bushra begum)નો ખાસ આભાર માન્યો હતો. ઇમરાન ખાન રવિવારે રાત્રે ઇસ્લામાબાદ પરત ફર્યો હતો. આ દરમિયાન એરપોર્ટ પર મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા. પાકિસ્તાનના પીએમે કહ્યું હતું કે જે રીતે તમે અમારા માટે દુવાઓ કરી છે કે અમે કાશ્મીરનો મુદ્દો UNમાં યોગ્ય રીતે રાખી શક્યા. હું પુરી કોમનો આભાર માનું છું, ખાસ કરીને બુશરા બેગમનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે ભારતે ઇમરાન ખાનના ભાષણને નફરતથી ભરેલું ગણાવ્યું હતું.

    પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ 24 Newsએ ઇમરાન ખાનની મીડિયા સાથેની વાતચીતનો એક વીડિયો યુ-ટ્યૂબ ઉપર શેર કર્યો છે. જેમાં ઇમરાન યૂએનમાં કાશ્મીર પર ભાષણ આપવા માટે પોતાના દેશના લોકો સાથે પત્ની બુશરાને પણ ક્રેડીટ આપે છે. વીડિયોમાં પાકિસ્તાનનો પીએમ કહી રહ્યો છે કે બુશરા બેગમ તમે મારો આત્મવિશ્વાસ વધાર્યો. મારા માટે ઘણી દુવાઓ કરી. આ માટે તમારો આભાર.

    આ પણ વાંચો - અમિત શાહે કહ્યું, 'આર્ટિકલ-370 વિશે ઘણી ગેરસમજ હતી, હવે સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે'

    કાશ્મીરીઓ સાથે ઉભા રહેનાર જિહાદ કરી રહ્યા છે
    પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રવિવારે અમેરિકાથી પરત ફર્યા પછી કહ્યું હતું કે જે લોકો કાશ્મીરીઓ સાથે ઉભા છે તે જિહાદ કરી રહ્યા છે. પાકિસ્તાન કાશ્મીરીઓને સાથ આપશે. ભલે દુનિયા આમ ન કરે. ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરીઓ સાથે ઉભા રહેવું જિહાદ છે. અમે એટલા માટે કરી રહ્યા છીએ, કારણ કે અમે ઇચ્છીએ છીએ કે અલ્લાહ અમારાથી ખુશ થાય.
    Published by:Ashish Goyal
    First published: