Home /News /world /

પાકિસ્તાને નૌસેનાને આપી નોટિસ, કરાચીમાં કરશે મિસાઇલ પરીક્ષણ

પાકિસ્તાને નૌસેનાને આપી નોટિસ, કરાચીમાં કરશે મિસાઇલ પરીક્ષણ

પાકિસ્તાને નૌસેનાને આપી નોટિસ, કરાચીમાં કરશે મિસાઇલ પરીક્ષણ

પરમાણું યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્રમાં જવાની ધમકી વચ્ચે હવે પાકિસ્તાની સરકારે ત્રણ દિવસ માટે કરાચીનું એરસ્પેસ બંધ કરી દીધું

    જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન રઘવાયું થયું છે. પરમાણું યુદ્ધ અને સંયુક્ત રાષ્ટ્રમાં જવાની ધમકી વચ્ચે હવે પાકિસ્તાની સરકારે ત્રણ દિવસ માટે કરાચીનું એરસ્પેસ બંધ કરી દીધું છે. નૌસેનાને પણ એક નોટિસ જાહેર કરવામાં આવી છે અને સતર્કતા રાખવા માટે કહ્યું છે. એવા રિપોર્ટ છે કે પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણ કરવાની તૈયારીમાં છે.

    એક સમાચાર એજન્સી પ્રમાણે પાકિસ્તાને કરાચીની પાસે સોનમિયાની ઉડાન પરીક્ષણ રેન્જથી સંભવિત મિસાઇલ ટેસ્ટ ફાયરિંગના કારણે NOTAM (એરમેનને નોટિસ) અને નૌસેનાને ચેતવણી જાહેર કરી છે.

    સ્થાનિય મીડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાનના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણે(CAA) બુધવારે એક NOTAM જાહેર કર્યું છે. જેમાં કહેવાયું છે કે કરાચી હવાઇ ક્ષેત્રના ત્રણ માર્ગ 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. NOTAM પ્રમાણે બધી આંતરરાષ્ટ્રીય ઉડાનોને કરાચીના હવાઇ ક્ષેત્રમાં ત્રણ માર્ગોથી વિમાન ન પસાર થવા માટે કહ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રાધિકરણે એક વૈકલ્પિક માર્ગ પણ બતાવ્યો છે.

    આ પણ વાંચો - પાકિસ્તાનના રેલ મંત્રીનો દાવો : ઓક્ટોબર કે ત્યારબાદ ભારત સાથે યુદ્ધ થશે

    આ પહેલા ઈસ્લામાબાદમાં કાશ્મીર પર આયોજિત એક સેમિનારામાં વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરીઓના અધિકારની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જશે. તેઓએ કહ્યું હતું કે, ભારતે કાશ્મીરથી ગેરકાયેદસર રીતે આર્ટિકલ 370 હટાવીને ત્યાં તણાવ ઊભો કરી દીધો છે. એવામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે અને અમે તેના માટે તૈયાર છીએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: કરાચી, પાકિસ્તાન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन