Home /News /world /બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ
બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ
મહિલાની પ્રતિકાત્ક તસવીરઃ shutterstock
Pakistan news: આરોપી મહિલાએ પહેલા પતિના ત્રણ વર્ષ પહેલા મોત થયું હતું. પરંતુ એ નક્કી થતું ન્હોતું થયું કે તેની હત્યા કરવામાં આવી હતી કે પ્રાકૃતિક હત્યા કરાઈ હતી. બીબીસી પ્રમાણે આની જાણ કરવા માટે મહિલાએ પોતાની રીતે તપાસ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે પતિની હત્યા તેના એક મિત્ર ગુલિસ્તાન ખાને જહેરનું ઇન્જેક્શન આપીને કરી હતી.
કબાયલી: એક મહિલાએ પોતાના પતિના મોતનો (husband killer) બદલો લેવા માટે એક જાળ બિછાવી હતી. જે દરેકને ચોંકાવી દે છે. મહિલાએ પતિના હત્યારા સાથે બદલો લેવા માટે ત્રણ વર્ષથી કોશિશ કરી રહી હતી. જેના માટે તેણે આખી યોજના બનાવી હતી. મહિલાએ (woman marriage with husband killer) પહેલા હત્યારા સાથે દોસ્તી કરી હતી. અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા. અને અંતે તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
આ ઘટના પાકિસ્તાનના (Pakistan) કબાયલી વિસ્તારના બાજોર જિલ્લાની છે. અહીં આરોપી મહિલાએ પહેલા પતિના ત્રણ વર્ષ પહેલા મોત થયું હતું. પરંતુ એ નક્કી થતું ન્હોતું થયું કે તેની હત્યા કરવામાં આવી હતી કે પ્રાકૃતિક હત્યા કરાઈ હતી. બીબીસી પ્રમાણે આની જાણ કરવા માટે મહિલાએ પોતાની રીતે તપાસ કરી હતી. જેમાં તેને જાણવા મળ્યું હતું કે પતિની હત્યા તેના એક મિત્ર ગુલિસ્તાન ખાને જહેરનું ઇન્જેક્શન આપીને કરી હતી.
મહિલાએ એ જ દિવસે ગુલિસ્તાન સાથે પતિની હત્યાનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. મહિલા પાંચ-છ મહિના સુધી પોતાના પતિના મોતનો બદલો લેવાની કોશિશ કરી રહી હતી. પરંતુ તેને તક મળી નહતી. ત્યારબાદ તેને યોજના બનાવી હતી કે કેવી રીતે ગુલિસ્તાનની નજીક પહોંચવું અને પછી તેની સાથે બદલો લેવો.
પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાએ પહેલા ગુલિસ્તાન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો અને પછી ગુલિસ્તાન પહેલાથી જ પરિણીત હતું. તેનો એક પુત્ર પણ હતો. પરંતુ મહિલાએ ગુલિસ્તાનને પૈસા અને ગાડી વગેરેનું લાલચ આપીને લગ્ન માટે રાજી કરી દીધો હતો.
પોલીસે મહિલાના નિવેદનનો હવાલો આપતા કહ્યું કે લગ્ન બાદ આરોપીએ ગુલિસ્તાનને કહ્યું કે આપણે પોતાની સુરક્ષા માટે એક પિસ્તોલ રાખવી જોઈએ ત્યારબાદ ગુલિસ્તાને એક પિસ્તોલ ખરીદી લીધી હતી. હત્યાના દિવસ અંગે મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે હું રાત્રે જાગતી રહી હતી, આશરે બે વાગ્યે બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલ લઈને ગુલિસ્તાનના રૂમમાં દાખલ થઈ હતી. તે ઉંઘી રહ્યો હતો અને મેં તેના ઉપર ગોળી ચલાવી પરંતુ ગોળી ચાલી નહીં અને પિસ્તોલે કામ ન કર્યું.
" isDesktop="true" id="1115399" >
પરત બીજા રૂમમાં ગઈ અને પિસ્તોલને ચેક કરી હતી. ત્યારબાદ પછી ફરી મહિલા ગુલિસ્તાનના રૂમમાં ગઈ અને પહેલી ગોળી ગુલિસ્તાનના માથાના ભાગે અને બીદી શરીરમાં ધરબી દીધી હતી. ગોળી માર્યા બાદ તે સવાર સુધી બેશી રહી. તેણે લોકોને જણાવ્યું કે કોઈએ તેના પતિને મારી નાંખ્યો છે. જોકે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહિલા ખોટું બોલી રહી છે. પોલીસે મહિલાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને જેલ ભેગી કરી હતી. પોલીસે મહિલા પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર