Home /News /world /પતિની ના હોવા છતાં પત્નીએ બનાવ્યો TikTok Video, ગુસ્સે ભરાયેલા પતિએ સાસરીમાં જઈ પત્ની અને સાસુને મારી દીધી ગોળી

પતિની ના હોવા છતાં પત્નીએ બનાવ્યો TikTok Video, ગુસ્સે ભરાયેલા પતિએ સાસરીમાં જઈ પત્ની અને સાસુને મારી દીધી ગોળી

પ્રતિકાત્મક તસવીરઃ shutterstock

Pakistan news: ઇશાક પોતાની પત્ની રેશ્માને મંજૂરી વગર ઘરમાંથી બહાર જવા, ટીકટોક વીડિોય અપલોડ કરવો અને લોકોની સાથે ફોન ઉપર વાત કરવાથી નારાજ હતો. રેશ્માને ટીકટોક ઉપર વીડિયો અપલોડ કરવાનો ખુબ જ શોખ હતો. પતિની ચેતવણી હોવા છતાં પણ તે વીડિયો અપલોડ કરતી હતી.

વધુ જુઓ ...
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં (Pakitan) એક મહિલાને ટિકટોક વીડિયો (Tiktok) બનાવવો મોંઘો પડ્યો હતો. વીડિયો બનાવવા પર પતિએ તેની ગોળી મારીને હત્યા (husband killed wife) કરી દીધી હતી. એટલું જ નહીં આરોપીએ તેની સાસુને પણ બેરહેમીથી હત્યા કરી દીધી હતી. આ ઘટના પાકિસ્તાનના કરાચી શહેરનો (karachi city) છે. કરાચીના લાંડી વિસ્તારના શેરપાઓ કોલોનીમાં રવિવારે બનેલી આ ઘટનામાં આરોપીનું નામ ઈશાક છે. પોલીસે તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

સમા ન્યૂઝ રિપોર્ટ અનુસાર કાયદાબાદ પોલીસ સ્ટેશનના એસએચઓ ગૌસ બખ્શે જણાવ્યું કે ઇશાક પોતાની પત્ની રેશ્માને મંજૂરી વગર ઘરમાંથી બહાર જવા, ટીકટોક વીડિોય અપલોડ કરવો અને લોકોની સાથે ફોન ઉપર વાત કરવાથી નારાજ હતો. આ વાતને લઈને તેનો અને તેની સાસુનો બે ત્રણ વખત ઝઘડો પણ થયો હતો.

પતિએ ના પાડવા છતાં પણ પત્ની બનાવતી હતી વીડિયો
રેશ્માને ટીકટોક ઉપર વીડિયો અપલોડ કરવાનો ખુબ જ શોખ હતો. પતિની ચેતવણી હોવા છતાં પણ તે વીડિયો અપલોડ કરતી હતી. આ અંગે બંને વચ્ચે અનેક વખત ઝઘડો થતો હતો. જેનાથી કંટાળીને રેશ્મા પોતાના પીયર જતી રહી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચેતવણીરૂપ કિસ્સો: પ્રેમ સંબંધ તૂટતાં પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું જોરદાર કારસ્તાન, પછી ભારે પસ્તાઈ

આ પણ વાંચોઃ-હેવાનિયત! લગ્ન બાદ તરત જ પતિ બન્યો હેવાન, દુલ્હનના પ્રાઈવેટ પાર્ટમાં આવ્યા સાત ટાંકા

સાસરી પહોંચીને પત્ની અને સાસુને મારી દીધી ગોળી
આરોપ છે કે ઇશાક રવિવારે પોતાની સાસરી પહોંચીને પોતાની પત્નીની સાથે સાથે સાસુને પણ ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે સાક્ષીઓના નીવેદન નોંધ્યા બાદ ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચોઃ-છોટાઉદેપુરઃ તાલિબાની સજાનો કમકમાટી ભર્યો video આવ્યો સામે, મહિલા અને યુવકોએ યુવતીને માર્યો ઢોર માર

આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

કચારીમાં જ ટિકટોક વીડિયોને લઈને થઈ છે ચાર લોકોની હત્યા
ઉલ્લેખનીય છે કે 2 ફેબ્રુઆરીએ કરાચીના ગાર્ડન ટાઉન એરિયામાં ચાર લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ચારેએ ટીકટોક ઉપર વીડિયો અપલોડ કર્યો હતો. તેમની ઓળખ મુસ્કાન, આમિર, રેહાન અને સજ્જાદ તરીકે થઈ હતી.
" isDesktop="true" id="1109128" >

પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાકાંડમાં પ્રમુખ આરોપી સવાયરાની આમિર સાથે દોસ્તી હતી. તેનો આમિરનો મુસ્કાન સાથે મળવું પસંદ ન હતું. હત્યાકાંડથી થોડા સમય પહેલા મુસ્કાન અને આમિરને ટીકટોક ઉપર એક વીડિયો અપલોડ કર્યો હતો. જેનાથી સવાયરાએ ચારેયની હત્યા કરાવી હતી.
First published:

Tags: Husband killed wife, TikTok video, પાકિસ્તાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો