પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની એનબીએ ફેક બેંક એકાઉન્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નેશનલ એકાઉન્ટીબિલીટી બ્યૂરો (એનએબી)ની 15 સભ્યોની ટીમે પોલીસ કર્મીઓ સાથે પીપીએના સહ અધ્યક્ષ આસિફ અલી ઝરદારીની સોમવારે ઇસ્લામાબાદમાં તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી.
ધરપકડના થોડાક કલાકો પહેલા જ ઇસ્લામાબાદ હાઇકોર્ટે ખોટા ખાતાના મામલે ઝરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની ધરપકડની સમય મર્યાદા વધારવાની માંગણીની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટના નિર્ણય પછી મહિલા અધિકારી સહિત પોલીસ કર્મી પૂર્વ રાષ્ટ્રપતિના ઘરમાં ઘૂસ્યા હતા. આ પહેલા પોલીસે તેમના નિવાસસ્થાને જનાર બધા રસ્તાને બ્લોક કરી દીધા હતા.
બે સભ્યોની બેન્ચે જેમણે અરજીઓ ઉપર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તેમણે મૌખિક રુપથી આ આદેશ આપ્યો હતો. નિર્ણય સંભળાવ્યા પહેલા ઝરદારી અને તેની બહેને કોર્ટથી ચાલ્યા ગયા હતા. ઝરદારી સામે રવિવારે વોરન્ટ જારી કરવામાં આવ્યા હતા.
શું છે ફેક એકાઉન્ટ કેસ?
વર્ષ 2015માં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(FIA)એ સમિટ બેન્ક, સિંધ બેન્ક અને યૂબીએલ બેન્કમાં 29 બેનામી ખાતાના માધ્યમથી કરેલ લેવડ-દેવડની તપાસ શરુ કરી દીધી છે. પ્રારંભમાં તેમાં ઝરદારી સહિત સાત વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા. આરોપ છે કે આ ખાતાનો ઉપયોગ રિશ્વતથી મળેલા પૈસાને ચેનેલાઇજ કરવા ઉપયોગ કરવામાં આવતો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર