ન્યૂઝ18 ગુજરાતી : લાગે છે કે પાકિસ્તાનીઓ પોતાની અજ્ઞાનતાના કારણે ન્યૂઝમાં રહેવાનું બંધ નથી કરી શકતા. પૂર્વ ઓમાની ક્રિકેટર ખુર્રમ નવાજે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક પ્લેન બિલ્ડિંગની વચ્ચે ઉડાણ ભરતું એરસ્ટ્રીપ પર ઉતરે છે અને વચ્ચે ઊભેલા ટેન્કરથી બચાવવા માટે થોડીક જ સેકન્ડ પહેલા ફરી ટેકઓફ કરી દે છે. જો આપે જીટીએ ગેમ રમી હોય તો આપને સમજવામાં વધુ સમય નહીં લાગે કે આ ગેમ અસલી નથી.
તમે જો આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમે તરત જ જાણી શકશો કે આ કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે, સાચું નથી. ખુર્રમ નવાજે ટ્વિટર પર લખ્યું કે, એક એરક્રાફ્ટનો આબાદ બચાવ, જે મોટી દુર્ઘટનાનો શિકાર થઈ શકતી હતી. પાયલટનું ચમત્કારિક સમયસૂચકતા.
હવે ખુર્રમ નવાજે ભલે આ વીડિયોને સાચો માની લીધો હોય, પરંતુ બાકી ટ્વિટર યૂઝર્સે એવું નથી કર્યુ અને તેમની ખૂબ મજાક ઉડાવી.
જોકે, ખુર્રમ નવાજ એક માત્ર એવા નથી કે જેઓએ આ વીડિયોને સાચી માની લીધો છે. આ વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો છે અને કોમેન્ટથી જાણી શકાય છે કે બીજા લોકોએ પણ તેને સાચો માની લીધો છે.