કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન મનમોહન સિંહને નિમંત્રણ આપશે

News18 Gujarati
Updated: September 30, 2019, 5:11 PM IST
કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે પાકિસ્તાન મનમોહન સિંહને નિમંત્રણ આપશે
કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે પાક મનમોહન સિંહને નિમંત્રણ આપશે

કૉંગ્રેસ સૂત્રોના મતે મનમોહન સિંહ પાકિસ્તાનના નિમંત્રણનો સ્વિકાર કરશે નહીં

  • Share this:
પાકિસ્તાન (Pakistann)ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ (Manmohan Singh)ને કરતારપુર કોરિડોર Kartarpur Corridor)ના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રિત પાઠવશે. માનવામાં આવે છે કે આ કાર્યક્રમ 9 નવેમ્બરે થશે. પાકિસ્તાનના આમંત્રણ પર કૉંગ્રેસ (Congress)ના સૂત્રોએ કહ્યું છે કે જો કોઈ વિદેશી નિમંત્રણ સરકારી સ્તર ઉપર મળે તો તેના ઉપર અમે વિદેશ મંત્રાલયની સલાહ લઈએ છીએ કે નિમંત્રણનો સ્વિકાર કરવો જોઈએ કે નહીં. અત્યાર સુધી કોઈ નિમંત્રણ મળ્યું નથી. મનમોહન સિંહ પાકિસ્તાનના નિમંત્રણનો સ્વિકાર કરશે નહીં. દેશહિત સર્વોપરી છે.

સમાચાર એજન્સી ANIના મતે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી (Shah Mehmood Qureshi)એ કહ્યું હતું કે અમે પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહ માટે નિમંત્રણ આપવા માંગીએ છીએ. તે શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. અમે તેમને ઔપચારિક નિમંત્રણ પણ મોકલીશું.

આ પણ વાંચો - UNGA: ઇમરાને કાશ્મીરમાં નફરતવાળા ભાષણની ક્રેડીટ બેગમ બુશરાને આપી!

કરતારપુર શીખો માટે પવિત્ર સ્થાનોમાંથી એક છે. ગુરુ નાનકે પોતાના જીવનના અંતિમ 17 વર્ષ 5 મહિના અને 9 દિવસ ત્યાં પસાર કર્યા હતા. તેમનો પરિવાર ત્યાં આવીને વસ્યો હતો. આ પવિત્ર સ્થળ શીખો સાથે જોડાયેલ ધાર્મિક સ્થાન છે. ભારતીય સીમા તરફથી શ્રદ્ધાળું સરહદ ઉપર ઉભા રહીને દુરબીન દ્વારા પોતાના ધાર્મિક સ્થળના દર્શન કરે છે. ભારતના શીખો ત્યાં જઈને દર્શન કરી શકે તે માટે કરતારપુર કોરિડોર બનાવ્યો છે.

પાકિસ્તાનના મતે ભારતમાંથી 5000 શીખ તીર્થયાત્રીઓના આગમન માટે લગભગ 76 કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
Published by: Ashish Goyal
First published: September 30, 2019, 5:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading