Home /News /world /

પાકિસ્તાનના મંત્રીનો દાવો - જીવતો છે જૈશનો વડા મસૂદ અઝહર

પાકિસ્તાનના મંત્રીનો દાવો - જીવતો છે જૈશનો વડા મસૂદ અઝહર

પાકિસ્તાનના મંત્રીનો દાવો - જીવતો છે જૈશ સરગના મસુદ અઝહર

આ પહેલા રવિવારે મસુદ અઝહરના મોતના સમાચાર આવ્યા હતા

    પાકિસ્તાનના સંસ્કૃતિ મંત્રી ફયાઝ ઉલ હસને દાવો કર્યો છે કે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો સરગના મસુદ અઝહર જીવતો છે. ફયાઝ ઉલ હસને કહ્યું હતું કે તે જીવતો છે અને તેના મોતના કોઈ સમાચાર નથી. આ પહેલા રવિવારે મસુદ અઝહરના મોતના સમાચાર આવ્યા હતા. પુલવામામાં સીઆરપીએફ ઉપર હુમલાની જવાબદારી મસુદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી.

    રવિવારે કહેવાયું હતું કે તેનું મોત 2 માર્ચે થયું હતું. જોકે આ સમાચારની સત્તાવાર કોઇ પૃષ્ટિ થઈ ન હતી. થોડા સમય પહેલા CNNને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમદ કુરૈશીએ કહ્યું હતું કે જેટલું મારી જાણકારીમાં છે તે ઘણો બિમાર છે. તે એટલો બિમાર છે કે ઘરની બહાર પણ નિકળી શકતો નથી.

    આ પણ વાંચો - પાક. PM ઇમરાન ખાને કહ્યુ- 'હું નોબેલ શાંતિ પુરસ્કાર માટે અયોગ્ય'

    ઉલ્લેખનીય છે કે 1968માં મસુદ અઝહરે જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠનની સ્થાપના કરી હતી. ભારત સિવાય આ આતંકી સંગઠન અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પોતાની આતંકી ગતિવિધિઓ ચલાવે છે. સંયુક્ત રાષ્ટ્ર આ સંગઠનને બ્લેકલિસ્ટ પણ કરી ચૂક્યું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Fayyaz ul hassan chohan, Masood-azhar, Pakistan minister, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन