Home /News /world /

અમારા ઉપર હુમલો થશે તો ભારત ઉપર થશે 10 સર્જિકલ સ્ટ્રાઇક: પાકિસ્તાનની ધમકી

અમારા ઉપર હુમલો થશે તો ભારત ઉપર થશે 10 સર્જિકલ સ્ટ્રાઇક: પાકિસ્તાનની ધમકી

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને ભારત તરફથી એક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવવા પર 10 સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે.

    પાકિસ્તાને ભારત તરફથી એક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવવા પર 10 સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. પરમાણુ હથિયારોથી સજ્જ બંને પડોશી દેશોની વચ્ચે વાકયુદ્ધનો આ તાજો મામલો છે. સેનના ઇન્ટર સર્વિસેઝના જનસંપર્ક વિભાગ (પીઆર ડિપાર્ટમેન્ટ)ના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ગફૂર પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવાની સાથે એક પ્રવાસ ઉપર છે.

    રેડિયો પાકિસ્તાનને ગફૂરના હવાલેથી કહ્યું કે, " જો ભારત પાકિસ્તાનના અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હિમાકત કરે છે તો તેને તેની પ્રતિક્રિયામાં 10 સર્જિકલ સ્ટ્રાઇકનો સામનો કરવો પડશે." તેમણે વધુાં જણાવ્યું હતું. "જો કોઇ અમારા સામે કોઇપણ પ્રકારના હુમલાને અંજામ આપવા માટે વિચારી રહ્યા છે તો તેમને પાકિસ્તાનની ક્ષમતાઓને લઇને પોતાના મગજમાં કોઇ શક ન રાખવો જોઇએ."

    સેન્ય પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનની સેના 50 અરબ ડોલરની ચીન પાકિસ્તાન આર્થિક કોરીડોર (સીપીઇસી)નું સંરક્ષક છે. આ વિશાળ પ્રોજેક્ટ દેશની આર્થીક વ્યવસ્થાને મજબૂત બનાવશે. ગફૂરે કહ્યું કે, સેના પાકિસ્તાનમાં લોકતંત્રને મજબૂત કરવા ઇચ્છે છે. તેમનો દાવો છે કે, જુલાઇમાં થયેલી સામાન્ય ચૂંટણી દેશના ઇતિહાસમાં સૌથી વધારે પારદર્શિતા જોવા મળી હતી.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો કોઇની પાસે ચૂંટણીમાં ગોટાળા હોવાના પુરાવા હોય તો તેમને સામે લાવવા જોઇએ." તેમણે મીડિયા સામે આવા આરોપોને નકારી કાઢ્યા હતા.
    First published:

    Tags: 10 surgical strikes, પાકિસ્તાન, ભારત, હુમલો

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन