પૂર્વ પત્નીનો આરોપ: ઇમરાન ખાનને ભારતમાં 5 બાળકો, પુરૂષ સાથે રહ્યો છે લિવ-ઇનમાં

ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેની બૂકમાં કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યા છે. જે ઇમરાન ખાનની છબી માટે ઘાતક સાબિત થઇ શકે છે.

News18 Gujarati
Updated: July 12, 2018, 5:57 PM IST
પૂર્વ પત્નીનો આરોપ: ઇમરાન ખાનને ભારતમાં 5 બાળકો, પુરૂષ સાથે રહ્યો છે લિવ-ઇનમાં
ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેની બૂકમાં કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યા છે. જે ઇમરાન ખાનની છબી માટે ઘાતક સાબિત થઇ શકે છે.
News18 Gujarati
Updated: July 12, 2018, 5:57 PM IST
લાહોર: પાકિસ્તાનમાં ચુંટણીને બે અઠવાડિયાનો સમય પણ નથી રહ્યો ત્યાં 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી'નાં ચીફ ઇમરાન ખાનની પૂર્વ પત્ની તેના માટે મુશ્કેલી ઉભી કરતી નજર આવી રહી છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને તેની બૂકમાં કેટલાંક ચોકાવનારા ખુલાસા કર્યા છે. જે ઇમરાન ખાનની છબી માટે ઘાતક સાબિત થઇ શકે છે.

લીવ ઇન, ડ્રગ્સ અને પુરૂષ સાથે સંબંધ

રેહમ ખાનની બૂકનાં જે ઘતક ખુલાસા સામે આવ્યા છે તે મુજબ ઇમરાન ખાન તેની પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ સાથે શારીરિક સંબંધ ધરાવે છે. રેહમે દાવો કર્યો છે કે, ઇમરાન ખાન લાંબા સમય સુધી એક પુરૂષ સાથે લિવ-ઇનમાં પણ રહેલો છે. આ ઉપરાંત તેણે ઇમરાન વિશે તેની બૂકમાં લખ્યુ છે કે, તે નિયમિત ડ્રગ્સ લે છે. અને દુનિયાભરમાં તેનાં ઘણાં બાળકો છે. રેહમનો દાવો છે કે ઇમરાનનાં પાંચ બાળકો તો ભારતમાં જ હશે.

ગેરકાયદેસર કામકાજ

રેહમ ખાનનાં આરોપ છે કે ઇમરાનનાં ઘરે ક્યારેય શાકભાજી કે ભોજનનો કોઇપણ સામાન ખરીદીને આવતો ન હતો. ફક્ત તેનાં નામથી જ લોકો મુકી જતા હતાં. તેણે કહ્યું કે, એક વખત ઇમરાને તેને ખૈબર પખ્તુનવા જિલ્લાની જપ્ત કરાયેલી ગેરકાયદે બિલ્ડિંગનાં લાકડાં ખરીદવા કહ્યું હતું.

કાળા જાદૂનો કિસ્સો
કાળા જાદૂ વિશે રેહમે એક કિસ્સો જણાવતા લખ્યુ હતું કે, તેણે એક વખત PTIનાં એક નેતાને શ્રાપથી મુક્તિ મેળવવા માટે નગ્ન શરીર પર કાળી મસૂરની દાળ રગડતા જોયા હતાં.
Loading...

ઇમરાનને  ડ્રગ્સ લેતા ઝડપ્યો
રેહમે ઇમરાનની ડ્રગ્સની લત વિશે ખુલાસો કરતાં કહ્યું કે, મે ઇમરાનને બાથરૂમમાં કોકેઇન સુંઘતો પકડ્યો હતો. રેહમે તેની બૂકમાં દાવો કર્યો છે કે ઇમરાને હેરોઇન પણ લીધી હતી. તેની પાસે બેંજોડાઇજેપીન જેવી પ્રતિબંધિત દવાઓ પણ હોતી હતી.

મિત્ર સાથે સમલૈંગિક સંબંધ
રેહમે બૂકમાં દાવો કર્યો છે કે તેનો પૂર્વ પતિ સમલૈંગિક સંબંધોમાં પણ રહી ચુક્યો છે. તેણે ઇમરાનનાં નજીકનાં મિત્રનું નામ લખ્યુ છે. અને ઇમરાન અને તે બંને લિવ ઇનમાં રહ્યાં હોવાનો દાવો પણ કર્યો છે.'CNN-News18'  સાથે કરી હતી ખાસ વાતચીત
ઉલ્લેખનીય છે કે, ગત મહિને, 'CNN-News18' સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં રેહમે ઇમરાન ખાન પર ઘણાં આરોપો લગાવ્યા હતાં. રેહમે કહ્યું હતું કે, તેની બૂકમાં ઇમરાનનો અસલી ચહેરો સામે આવશે. જે ચૂંટણીમાં તેનાં પૂર્વ પતિ માટે વોટ કરતાં પહેલાં લોકોએ જોવો જરૂરી છે.

રેહમે કહ્યું હતું કે, 'ઇમરાન રાજકારણમાં અવસરવાદ માટે સેનાને અત્યારથી જ તૈયાર કરી રહ્યો છે. તેનાં વિરોધીઓ અને નવી દિલ્હી સુધી તમામે તેનાંથી સતર્ક રહેવાની જરૂર છે.' પણ આ વખતે રેહમે જે ખુલાસા કર્યા છે તે ખરેખરમાં ગંભીર આરોપો છે.

પાકિસ્તાનમાં 25 જુલાઇએ ચૂંટણી છે. પાકિસ્તાનના આગામી પ્રધાનમંત્રી બનવાનાં સપના જોઇ રહેલાં ઇમરાન ખાન માટે તેની પૂર્વ પત્નીનાં આ આરોપો મોટી મુસિબત ઉભી કરી શકે છે. જોકે કેટલાંક લોકો એ પણ માને છે કે, ચૂંટણી પહેલાં રેહમે જાણી જોઇને ઇમરાનની છબી ખરાબ કરવાં આ તમામ સ્ટંટ કર્યા છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...