અમેરિકામાં ઈમરાન ખાનનું ફિક્કું સ્વાગત, મેટ્રોમાં બેસી હોટલ પહોંચ્યા

News18 Gujarati
Updated: July 21, 2019, 3:10 PM IST
અમેરિકામાં ઈમરાન ખાનનું ફિક્કું સ્વાગત, મેટ્રોમાં બેસી હોટલ પહોંચ્યા
અમેરિકા પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાનનું એવું સ્વાગત ન થયું જેવી તેમને અપેક્ષા હશે

અમેરિકા પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાનનું એવું સ્વાગત ન થયું જેવી તેમને અપેક્ષા હશે

  • Share this:
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન શનિવારે ત્રણ દિવસીય ઓફિશિયલ પ્રવાસે અમેરિકાની રાજધાની વોશિંગટન પહોંચ્યા. ઈમરાન ખાન ચાર્ટડ પ્લેનને બદલે કતર એરવેઝની ફ્લાઇટથી અમેરિકા પહોંચ્યા. મળતા અહેવાલ મુજબ પાકિસ્તાનના આર્થિક સંકટને કારણે ઈમરાન ખાને આ નિર્ણય લીધો.

અમેરિકા પહોંચતા ઈમરાન ખાનનું એવું સ્વાગત ન થયું, જેવી તેમની આશા હશે. અમેરિકાના કોઈ મોટા અધિકારી તેમને રિસીવ કરવા માટે એરપોર્ટ પર ન પહોંચ્યા. આ ઉપરાંત ઈમરાન ખાનને મેટ્રોમાં બેસીને હોટલ જવું પડ્યું. ઈમરાનને રિસીવ કરવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી અમેરિકામાં વસતા કેટલાક પાકિસ્તાનીઓ સાથે એરપોર્ટ પહોંચ્યા હતા.

આ પણ વાંચો, અમેઝોનના કર્મચારીઓને વોશરૂમ જવાની પણ નથી મળતી મંજૂરી!

ઈમરાન ખાન સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. એવી શક્યતા છે કે આ દરમિયાન ટ્રમ્પ તેમની પર આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું દબાણ કરશે.

આ પ્રવાસ દરમિયાન ઈમરાન ખાન આઈએમએફના કાર્યવાહક પ્રમુખ ડેવિડ લિપ્ટન અને વર્લ્ડ બેંકના અધ્યક્ષ ડેવિડ મલપાસ સાથે પણ મુલાકાત કરશે. મંગળવારે તેઓ યૂએસ-ઇન્સ્ટીટ્યૂટ ઓફ પીસ થિંક-ટેંકના કાર્યક્રમમાં સામેલ થશે. આ ઉપરાંત તેઓ એક કાર્યક્રમમાં પાકિસ્તાની અમેરિકોને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો, બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે
First published: July 21, 2019
વધુ વાંચો
अगली ख़बर