ભારતની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા પાયલોટ માટે પાકિસ્તાને સ્મારક બનાવ્યું

ભારતની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા પાયલોટ માટે પાકિસ્તાને સ્મારક બનાવ્યું

પાકિસ્તાનનું જૂઠાણું ફરી એકવાર દુનિયાની સામે ખુલ્લુ પડી ગયું

 • Share this:
  પાકિસ્તાનનું (Pakistan)જૂઠાણું ફરી એકવાર દુનિયાની સામે ખુલ્લુ પડી ગયું છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (Indian Air force)ની એર સ્ટ્રાઈકમાં (Airstrike) માર્યા ગયેલા પાકિસ્તાની પાયલોટ માટે સ્મારક બનાવ્યું છે. જોકે, તેમણે પોતાના પાયલોટને અપનાવવાની ના પાડી દીધી હતી. આ સ્મારક પર પાકિસ્તાને એક પણ પાયલોટનું નામ રાખ્યું નથી.

  એટલું જ નહી એફ-16નો ઉપયોગ કર્યો હોવાની ના પાડનાર પાકિસ્તાને એમરોન મિસાઈલથી સુખોઈને મારી પાડવાની વાત આ મેમોરિયલમાં લખેલી છે. તમને જણાવી દઈએ કે, એમરોન મિસાઈલ માત્ર એફ-16થી જ ફાયર કરી શકાય છે. પાકિસ્તાનનું કહેવું છે કે, મિગ-21 બાઈસનને પણ એમરોનથી નિશાન બનાવવામાં આવ્યું હતું. હકીકત એ છે કે અભિનંદને જે એફ-16ને ધ્વસ્ત કર્યું હતું પાકિસ્તાને તેની પૃષ્ટી કરી છે.

  F-16નો પણ કર્યો છે ઉલ્લેખ
  મેમોરિયલમાં લખ્યું છે કે, સુખોઈ-30 MKIને PAF F-16 ઉડાવી રહેલા સ્ક્વાડ્રન લીડર હસન મહેમૂદ સિદ્દકીએ એઆઈએમ-120 એમરોન બીવીઆર મિસાઈલનો ઉપયોગ કરી તેને ધ્વસ્ત કર્યું હતું. એટલું જ નહી તેમણે વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના મિગ-21 બાઈસનના સંદર્ભમાં પણ એફ-16 વિમાનનો જ ઉલ્લેખ કર્યો છે.

  આ પણ વાંચો - Video : સેનાએ બે પાક. સૈનિકોને ઠાર કર્યા, મૃતદેહ લેવા પહોંચ્યા પાક. સૈનિકો  એરસ્ટ્રાઇક પછી પાકિસ્તાન ખોટું બોલ્યું હતું
  ભારતીય વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને (Wing Commander Abhinandan Varthman) વિમાન મિગ-21 બાઇસન વિમાનથી એફ-16ને તોડી પાડ્યું હતું. આ પછી અભિનંદન પીઓકેમાં જતો રહ્યો હતો. જ્યાંથી પાકિસ્તાનના સૈનિકો તેને લઈ ગયા હતા. જોકે 48 કલાકની અંદર અભિનંદન કુશળ રીતે ભારત પરત ફર્યો હતો. પાકિસ્તાને તે સમયે પણ એફ-16 તુટ્યું ન હોવાની વાત કહી હતી.
  Published by:Ashish Goyal
  First published: