Home /News /world /

CRPF જવાનોની શહીદીથી ખુશ થયું PAK,આતંકીઓને ગણાવ્યાં લડવૈયા

CRPF જવાનોની શહીદીથી ખુશ થયું PAK,આતંકીઓને ગણાવ્યાં લડવૈયા

CRPF જવાનોની શહીદી જોઇને ખુશ પાકિસ્તાન ખુશ થયુ છે.

પાકિસ્તાનનાં આલાકમાન ભલે આ હુમલાની નિંદ કરતા હોય પરંતુ ત્યાંનાં કેટલાક સમાચારપત્રોની હેડલાઇન વાંચો તો તેમની નીયતની ખબર પડી જાય.

    પુલવામામાં થયેલ આતંકી હુમલાથી પાકિસ્તાને દર વખતની જેમ વખોડીને હાથ ખંખેરી દીધા છે. પાકિસ્તાનનાં આલાકમાન ભલે આ હુમલાની નિંદ કરતા હોય પરંતુ ત્યાંનાં કેટલાક સમાચારપત્રોની હેડલાઇન વાંચો તો તેમની નિયતની જાણ થઇ જાય. પાકિસ્તાનનાં તમામ સમાચારપત્રોએ પુલવામાં આતંરી હુમલા પર અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. પાકિસ્તાનનાં સમાચાર પત્ર 'ધ નેશન'ની હેડલાઇન છે - આઝાદીનાં લડવૈયાઓએ હુમલો કર્યો, ભારત અધિકૃત કાશ્મીરમાં 44 સૈનિકોનાં મોત.

    મહત્વનું છે કે પુલવામામાં ગુરૂવારે અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કર્યો અને પછી તાબડતોડ ફાયરિંગ કરી હતી.

    આ પણ વાંચો: પુલવામાં હુમલો : 9 કલાક પછી આવી પાક.ની પ્રતિક્રિયા, ઇમરાન ખાન હજુ ચૂપ

    આ આતંકી હુમલામાં સીઆરપીએફનાં 37 જવાનો શહીદ થઇ ગયા છે. આ આતંકી હુમલાએ ન માત્ર ભારત પરંતુ આખી દુનિયાને હચમચાવી દીધી છે. પાકિસ્તાનનાં સમાચાર પત્રોએ આ ખબરને પ્રમુખતાથી છાપી છે.

    પાકિસ્તાન ઓબ્ઝર્વરની હેડલાઇ


    પાકિસ્તાન ઓબ્ઝર્વરે હેડલાઇ કી છે કે - ભારત અધિકૃત કાશ્મીરમાં થયેલા વિસ્ફોટમાં 44 ભારતીય સૈનિકોનાં મોત, અનેક ઘાયલ. આની સાથે છાપામાં લખ્યું છે કે છેલ્લા બે વર્ષોમાં ભારતીય સુરક્ષાદળ પર આ સૌથી ઘાતક હુમલો છે. ધડાકો એટલો તેજ હતો કે આનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો.

    આ પણ વાંચો: જૈશ-એ-મોહમ્મદે આપી હતી ભારતને હચમચાવી દેવાની ચીમકી, ગુજરાતનો પણ ઉલ્લેખ

    ધ ડોન સમાચાર પત્રની હેડલાઇ


    ધ ડોન સમાચાર પત્રએ હેડલાઇન મુકી છે કે, - કાશ્મીર હુમલામાં 44 ભારતીય સૈનિકોનાં મોત.

    ધ ટ્રિબ્યુને હેડિંગ કર્યું છે કે કાશ્મીરમાં 44 ભારતીય સૈનિકોની સુસાઇડ એટેકમાં મોત
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CRPF, Jammu and kashmir, Pulwama, Pulwama attack, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन