Home /News /world /શું F-16થી ભારતને ટાર્ગેટ કરીને પાકે. US સાથે દુશ્મની કરી લીધી છે?

શું F-16થી ભારતને ટાર્ગેટ કરીને પાકે. US સાથે દુશ્મની કરી લીધી છે?

પ્રતિકાત્મક તસવીર

પાકિસ્તાને અમેરિકાની મંજૂરી વગર એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો છે તેથી બની શકે કે ટ્રમ્પ સખત કાર્યવાહી કરે

પાકિસ્તાને બુધવારે ભારતીય વાયુ સીમા ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાને એફ-16 વિમાનથી ભારતના મિલિટ્રી બેસને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારતીય વાયુસેનાએ એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું. બીજી તરફ પાકિસ્તાન સતત કહી રહ્યું છે કે તેનું કોઈ એફ-16 વિમાન તોડી પડાયું નથી. પાકિસ્તાન દલીલ કરે છે કે તેણે એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો નથી.

ગુરુવારે સાંજે ભારતીય વાયુસેનાએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતે પાકિસ્તાનના જુઠની પોલ ખોલી નાખી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પાકિસ્તાને ભારતના સૈન્ય સ્થળોને નિશાન બનાવવા માટે F-16થી AARAM મિસાઈલ દાગી હતી. આ મિસાઈલની ખાસિયત એ છે કે તેને ફક્ત F-16 વિમાનથી જ છોડી શકાય છે

અમેરિકાએ આપ્યું હતું F-16 વિમાન
અમેરિકાએ પાકિસ્તાનને એફ-16 વિમાન આપ્યા હતા. આવા સમયે અમેરિકા પાકિસ્તાન સરકારને એ સવાલ પુછી શકે છે કે તેની મંજૂરી વગર એફ-16 વિમાનનો ઉપયોગ સૈન્ય કાર્યવાહી માટે કેમ કર્યો? પાકિસ્તાનને એફ-16 વિમાન વેચતા પહેલા અમેરિકાએ કહ્યું હતું કે આતંકવાદ સામે લડવા માટે તે તેને આ વિમાન આપી રહ્યા છે. આ ડિલ સમયે અમેરિકાએ પાકિસ્તાન સામે ઘણી શરતો રાખી હતી.

આ પણ વાંચો - ત્રણેય સેનાએ પાકિસ્તાનની પોલ ખોલી, F-16થી દાગવામાં આવેલી મિસાઇલના ટૂકડા રજૂ કર્યા

શું હતી શરતો?
- પાકિસ્તાન મંજૂરી વગર એફ-16 વિમાનનો ઉપયોગ કરી શકે નહીં
- પાકિસ્તાન એફ-16 લડાકુ વિમાનનો ઉપયોગ આત્મરક્ષા માટે કરી શકે છે, હુમલા માટે નહીં

આ પણ વાંચો - અભિનંદન તળાવમાં કુદકો લગાવી ગળી ગયો હતો દસ્તાવેજ અને નકશા: રિપોર્ટ

પાકિસ્તાન ગભરાયું
બુધવાર સાંજથી જ એ વાતનો સંકેત મળવા લાગ્યો હતો કે પાકિસ્તાન એફ-16 વિમાનનો ઉપયોગ કરીને ડરી ગયું છે. પાકના પ્રધાનમંત્રીએ ગુરુવારે કહ્યું હતું કે તેમણે પીએમ મોદી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમનો ફોન લાગ્યો ન હતો. પાકિસ્તાનને એ વાતનો અંદાજ હતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નારાજગી વ્યક્ત કરી શકે છે

પાકિસ્તાન પર થઈ શકે છે એક્શન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને સુધરવા માટે સતત ચેતાવણી આપી રહ્યા છે. આવા સમયે પાકિસ્તાને અમેરિકાની મંજૂરી વગર એફ-16 વિમાનનો ઉપયોગ કર્યો છે તેથી બની શકે કે ટ્રમ્પ સખત કાર્યવાહી કરે. પહેલાથી જ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે. આવા સમયે અમેરિકા કોઈ પ્રતિબંધ લગાવશે તો પાકિસ્તાનની સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.
First published:

Tags: F-16, Indian Pilot, અમેરિકા, આર્મી, પાકિસ્તાન, ભારત, ભારતીય વાયુસેના