પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે. સાથે જ તેની પુત્રી મરિયમને પણ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે નવાઝ શરીફ પર 73 કરોડ અને પુત્રી મરિયમને 18 કરોડ દંડ પણ ફટકાર્યો છે. આ ચૂકાદો પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણીને થોડા જ સપ્તાહ પહેલા જ સંભળાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કોર્ટના આ નિર્મય બાદ પાકિસ્તાનમાં ફરી રાજકારણ ગરમાયું છે. વિવિધ રાજકીય સંગઠનોમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ સ્વીસ બેંકમાં કાળા નાણા રાખવાની ફરિયાદ નોંધાઇ હતી. શરીફ પરિવાર વિરુદ્ધ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના ચાર કેસ ચાલી રહ્યાં છે.
ગત વર્ષે જુલાઇમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત સાબિત થયા બાદ 68 વર્ષિય નવાઝ શરીફ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ ચાલી રહ્યાં હતા. નવાઝ શરીફ પર વડાપ્રધાનના પદ પર રહીને કાળા નાંણાને સફેદ કરી લંડનમાં કોરોડ રૂપિયાની બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ છે. પનામા પેપર લીક થયા બાદ દુનિયાભરના રાજકારણી, સેલિબ્રેટી લોકોના કાળા નાણાં અંગેની માહિતી જાહેર થઇ ગઇ હતી. ભારતમાં પણ અનેક લોકોના નામ બહાર આવ્યા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર