Home /News /world /

નવાઝ બાદ હવે ઝરદારી મુશ્કેલીમાં, મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર

નવાઝ બાદ હવે ઝરદારી મુશ્કેલીમાં, મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર

    પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ બાદ હવે પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. સંઘીય તપાસ એજન્સી (FIA)એ આસિફ અલી ઝરદારી અને તેમની બહેન ફરયાલ તાલપુર સહિત 20 શંકાસ્પદોને 35 અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ જાહેર કર્યા છે.

    એક્સપ્રેસ ટિબ્યૂનલના રિપોર્ટ અનુસાર, એફબીઆઈએ એક પ્રખ્યાત બેંકર અને આસિફ અલી ઝરદારીની વચ્ચે સહયોગી હુસેન લવઈ અને અન્ય શંકાસ્પદો વિરુદ્ધ અદાલતમાં બીલ રજૂ કર્યું. પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પીપીપી)ના સહ અધ્યક્ષ અને તેમની બહેન ફરયાલ તાલપુર સિવાય એક પ્રાઈવેટ બેંકના અધ્યક્ષ સહિત 18 અન્યને બીલમાં ભાગેડુ જાહેર કર્યા છે.

    ઝરદારી પર આરોપ છે કે, તેમણે નકલી ખાતા ખોલાવી તેનો ઉપયોગ કથિત રીતે રિશ્વત અને અવૈધ ધનને ખપાવવા માટે કર્યો છે. તમને જણાવી દઈએ કે, એફબીઆઈએ આ કાર્યવાહી તેવા સમયે કરી છે, જ્યારે પાકિસ્તાનમાં 25 જુલાઈએ સામાન્ય ચૂંટણી માટે વોટીંગ થવાનું છે.

    પૂર્વ રાષ્ટ્રપતિ ઝરદારી વિરુદ્ધ થયેલી આ કાર્યવાહી પહેલા હમણાં જ પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટે ભ્રષ્ટાચારના મામલામાં પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને 10 અને તેમની દીકરી મરીયમ શરીફને સાત વર્ષની સજા સંભળાવી છે. નવાઝ શરીફ અને તેમની દીકરી હાલમાં રાવલપિંડી સ્થિત અડિયાલા જેલમાં બંધ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Declared, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन