પાકિસ્તાને દુનિયા સામે સ્વિકારી હકીકત, UNમાં કાશ્મીરને ગણાવ્યું ભારતનું રાજ્ય

પાકિસ્તાને દુનિયા સામે સ્વિકારી હકીકત, UNમાં કાશ્મીરને ગણાવ્યું ભારતનું રાજ્ય

કુરૈશીએ પોતાનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યું

 • Share this:
  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી(Shah Mehmood Qureshi)એ સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ (United Nations Human Rights Council)માં પત્રકારો સાથે વાતચીત દરમિયાન સ્વિકાર કર્યો છે કે કાશ્મીર (Kashmir)ભારતનો ભાગ છે. કુરૈશીએ પોતાનું નિવેદન કાશ્મીરને સંબોધિત કરતા ઇન્ડિયન સ્ટેટ જમ્મુ કાશ્મીર (Indian State Jammu-Kashmir) એટલે કે ભારતીય રાજ્ય જમ્મુ કાશ્મીર કહ્યું હતું. આ રીતે પાકિસ્તાને (Pakistan)એ વાત માની લીધી છે જેને દુનિયા લાંબા સમયથી જાણે છે અને માને છે.

  પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પહેલા આ વાત કહી હતી. જોકે જ્યારે તેમને ખબર પડી તે તેમણે સાચી હકીકત જણાવી દીધી છે તો કુરૈશી ભારત ઉપર આરોપ લગાવવા લાગ્યા હતા. કુરૈશીએ કહ્યું હતું કે ભારત દુનિયાને એ બતાવવા માંગે છે કે કાશ્મીરમાં સ્થિતિઓ સામાન્ય થઈ ગઈ છે પણ આવું નથી.

  આ પણ વાંચો - ગુજરાતમાં ટ્રાફિક ભંગના નિયમ બદલાયા : જાણો પહેલા ક્યા ગુના બદલ કેટલો દંડ હતો?

  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ એ આરોપ પણ લગાવ્યો હતો કે ભારત સરહદની વર્તમાન સ્થિતિઓને બદલવા માંગે છે. જોકે ભારત આ મામલે પોતાની સ્થિતિ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે. સરહદના મામલે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે (S Jaishankar) પોતાના ચીન પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે ભારતની સરહદની વર્તમાન પરિસ્થિતિઓને બદલવાની કોઈ ઇચ્છા નથી.


  કેવી રીતે કામ કરે છે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ

  કુરૈશીએ પોતાનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આપ્યું હતું. જેની બેઠક જિનેવામાં ચાલી રહી છે. આ સંસ્થામાં તે બધા દેશો ભાગ લેશે જે સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના સભ્ય છે. જોકે તેમાં નિર્ણય લેવાનો અધિકાર થોડાક જ દેશોનો છે. નિર્ણય લેવાની વ્યવસ્થામાં એક કાર્યકાળમાં 47 દેશોના પ્રતિનિધિ સામેલ હોય છે. એક દેશ સતત બે કાર્યકાળમાં સામેલ થઈ શકતો નથી. આ પ્રતિનિધિઓનો કાર્યકાળ બે વર્ષનો હોય છે.
  Published by:Ashish Goyal
  First published: