Home /News /world /

PMની ખુરશી સુધી પહોંચવામાં આ વ્યક્તિ ઈમરાનની પાર્ટીને મદદ કરી શકે છે

PMની ખુરશી સુધી પહોંચવામાં આ વ્યક્તિ ઈમરાનની પાર્ટીને મદદ કરી શકે છે

    પાકિસ્તાન ચૂંટણીમાં ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ) નેશનલ એસેમ્બલીમાં સૌથી મોટી પાર્ટી બનવા તરફ આગળ વધી રહી છે. વહેલી સવારે 7 વાગ્યા સુધીના પરિણામ પ્રમાણે પીટીઆઈ 114 સીટો પર આગળ ચાલી રહી છે. પરિણામ જોતા એવું માનવામાં આવે છે કે, ઈમરાન ખાનની પાર્ટી બહુમતના આંકડા 137 સુધી પહોંચી નહીં શકે. એવામાં ઈમરાન ખાનને પ્રધાનમંત્રી બનવા માટે અન્ય દળ સાથે ગઠબંધન જરૂરત પડી શકે છે.

    પાકિસ્તાન મીડિયા અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે, જો ઈમરાન ખાનને સરકાર બનાવવા ગઠબંધનની જરૂરત પડશે તો, મુત્તાહિદા મઝલિસ-એ-અમલ(એમએમએ) અને તેના નેતા ફઝલુર રહમાન તેમની મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ફઝલુર રહમાનની તેમની ટર્નકોટ રાજનીતીના કારણે આલોચના કરવામાં આવે છે.

    ફઝલુર રહમાન એક વિવાદાસ્પદ નેતા છે, જે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન માટે હમદર્દી રાખે છે. મુત્તાહિદ મઝલિસ-એ-અમલ(એમએમએ) છ ધાર્મિક પાર્ટીનું એક સંગઠન છે, જેને ફઝલુર રહમાન ચલાવે છે. પાકિસ્તાનમાં રહમાને ગઠજોડને સાચા સમયે તોડીને પોતાની રાજનીતિને જીવતી રાખી છે.

    તેમના આલોચકોએ તર્ક આપ્યું છે કે, તે હવે સત્તામાં આવનાર વ્યક્તિ સાથે આગળ વધી રહ્યા છે. એમએમએ દૂરના ધાર્મિક સંગઠનોનું ગઠબંધન છે, જે એક સામાન્ય મંચ પર એક સાથે આવ્યું છે. ગઠબંધનમાં મુખ્ય પાર્ટી જેયૂઆઈ(એફ) 2012 સુધી આસિફ અલી ઝરદારીની આગેવાનીવાળી પીપીપી સરકાર સાથે ગઠબંધનમાં હતી, જ્યાં સુધી ફઝલુર રહમાને પીએમએલ (એન) ને છોડ્યુ હતું.

    આ સમયે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ 30 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે મુત્તાહિદા મઝલિસ-એ-અમલે 11 બેઠક પર આગળ છે. આ ગઠબંધનમાં કાજી હુસેન અહમદની પાર્ટી જામાત-એ-ઈસ્લામી, જમીયત-ઉલેમા-ઈસ્લામ ફઝ્લ, જમીયત-ઉલેમા-એ-પાકિસ્તાન જેવા દળ શામેલ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Become, Imran Khan, Pakistan PM, Right, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन