Home /News /world /ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને જોરદાર ઝટકો, ગયું 'ગ્રે લિસ્ટ'માં

ટેરર ફંડિંગમાં પાકિસ્તાનને જોરદાર ઝટકો, ગયું 'ગ્રે લિસ્ટ'માં

આતંકવાદીઓને ફંડિગ કરવાના મામલામાં પાકિસ્તાનને જોરદાર ઝટકો લાગ્યો છે. આતંકી ફંડિંગ અંગે નાણાંકીય કાર્યવાહી કાર્યબળે (FATF) પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાંખી દીધું છે.

આ નિર્ણય પેરિસમાં ચાલી રહેલી એફએટીએફની બેઠકમાં લેવામાં આવ્યો છે. પાકિસ્તાન આ યાદીમાં સામેલ થનારો નવમો દેશ છે. ઇથોપિયા, સર્બિયા, શ્રીલંકા, સીરિયા,ત્રિનિદાદ અન્ડ ટોબૈગો, ટ્યૂનિશિયા અને યમન આ યાદીમાં શામેલ અન્ય દેશ છે.

એક્સપ્રેસ ટ્રિબ્યુન પ્રમાણે, એફએટીએફ અનુસાર આ નવ દેશ જો આતંકવાદીઓની ફંડિગ અને મની લોન્ડરિંગ સામે તત્કાળ પગલા નથી લેતા તો આ આંતરરાષ્ટ્રીય નાણાં પ્રણાલીને નુકશઆન પહોંચાડી શકે છે.

જણાવીએ કે અંતર-સરકારી સંસ્થા એફએટીએફનો હેતુ તે આતંકવાદને વધારતા ગેરકાયદેસર લેવડદેવડને રોકવાનો છે. તેમના દ્વારા પાકિસ્તાનને ગ્રે યાદીમાં નાંખી દેવામાં આવવાના નિર્ણયનું ભારતે સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે આ અંગે કહ્યું કે એફએટીએફના માપદંડો માટે પાકિસ્તાનને આતંકી ફંડિંગ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવા પડશે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં હાફિઝ સઇદ જાહેરમાં ફરી રહ્યો છે. તે ઉપરાંચ લશ્કર-એ-તૈયબા, જમાત ઉદ દાવા અને જૈશ-એ- મહોમ્મદ જેવા સંગઠન ત્યાંથી ચલાવવામાં આવી રહ્યાં છે. જેની સામે તેમણે કાર્યવાહી કરવી જોઇએ.
First published:

Tags: FATF, Terror funding, પાકિસ્તાન