પત્નીના મોત પહેલાનો નવાઝ શરીફનો છેલ્લો ભાવુક વીડિયો, સોશિયલ મીડિયા ઉપર VIRAL

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્ની કુલસૂમ નવાઝનું લંડનમાં નિધન થયું હતું.

News18 Gujarati
Updated: September 12, 2018, 11:10 AM IST
પત્નીના મોત પહેલાનો નવાઝ શરીફનો છેલ્લો ભાવુક વીડિયો, સોશિયલ મીડિયા ઉપર VIRAL
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 12, 2018, 11:10 AM IST
મંગળવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્ની કુલસૂમ નવાઝનું લંડનમાં નિધન થયું હતું. નવાઝની પત્નીનું નિધન પછી નવાઝ શરીફના એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ વીડિયો શરીફ પોતાની પત્નીથી વિદાય લેતા દેખાય છે.

આ વીડિયોમાં નવાઝ શરીફ ભાવુક નજરે દેખાય છે. આ વીડિયો 12 જુલાઇના 11 વર્ષની જેલની સજા કાપવા પાકિસ્તાન જતા પહેલાનો છે. જેમાં લંડનની હોસ્પિટલમાં પોતાની બેભાન પત્ની સાથે વાત કરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે નવાઝ પોતાની પત્નીને આંખો ખોલવા માટે કહી રહ્યા છે. ત્યારબાદ કહે છે કે "અલ્લાહ તમને સ્વાસ્થ્ય આપે, અલ્લાહ તમને તંદુરસ્તી આપે"


Loading...

લંડનથી પાકિસ્તાન માટે નીકળ્યા પછી શરીફે કહ્યું હતું કે તેમની પત્નીએ અંતે થોડી સેકન્ડ માટે  પોતાની આંખો ખોલી હતી. તેમણે કહ્યું હતું કે, પત્નીને આવી રીતે છોડવા માટે તેમને દુઃખ છે. ત્યારે નવાઝ શરીફે કહ્યું હતું કે, અલ્લાહની સુરક્ષામાં પોતાની પત્નીને છોડીને પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. પછી ત્યાં જેલ થાય કે ફાંસી.

ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફની પત્ની કુલસૂમ નવાઝ લાંબા સમયથી બીમાર હતા. તેઓ કેન્સર સામે લડાઇ લડી રહ્યા હતા. નવાઝ શરીફ, તેની પુત્રી મરિયમ અને જમાઇ કેપ્ટન (રિટા.) મોહમ્મદ સફદર આ સમયે ભ્રષ્ટાચાર માટે દોષી છે. તેઓ રાવલપિંડીની એક જેલમાં બંધ છે.
First published: September 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...