Home /News /world /

Pakistan Election: વોટિંગ દરમિયાન ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટમાં 31 લોકોનાં મોત

Pakistan Election: વોટિંગ દરમિયાન ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટમાં 31 લોકોનાં મોત

ઘટના સ્થળે સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

    આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે ચૂંટણી માટે મતદાન થશે. આજે જ નક્કી થઇ જશે કે પાકિસ્તાનના વઝીર-એ-આલમ કોણ બનશે. આજે સવારથી થઇ રહેલા મતદાનમાં  બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં મૃતકોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. હાલ મૃતક આંક 31 પર પહોંચ્યો છે.  આ મૃતકોમાં 3 જવાનો પણ સામેલ છે.

    આતંકવાદી હુમલો અને સેનાના હસ્તક્ષેપના આરોપો અને અવ્યવસ્થિત તથા અપ્રિય અભિયાનની સમાપ્તી પછી પાકિસ્તાન જનતા એક નવી નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય વિધાનસભાઓને ચૂંટણી માટે બુધવારે મતદાન કરશે. મતદાન સવારે આઠથી સાંજના છ કલાક સુધી કરાશે. સામાન્ય ચૂંટણીમાં 272 સીટો માટે આશરે 100 રાજનૈતિક દળ મેદાનમાં છે.

    બ્લાસ્ટમાં 31નાં મોત

    આજે બુધવારે સંઘ અને પ્રાંતો માટે મતદાન થઇ રહ્યાં છે. વોટિંગ દરમિયાન બલૂચિસ્તાનના ક્વેટામાં બોમ્બ બ્લાસ્ટની ખબર મળી છે. પાકિસ્તાની છાપા ડોન પ્રમાણે ક્વેટા બ્સાસ્ટમાં અત્યાર સુધી 31 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 30 લોકો ઇજાગ્રસ્ત છે. આ બ્લાસ્ટ નેશનલ એસેમ્બલી 260 અંતર્ગત સવાપે આશરે 11 કલાકે થયો હતો.

    પાકિસ્તાનમાં આજે ચૂંટણી માટે મતદાન થશે. આજે જ નક્કી થઇ જશે કે પાકિસ્તાનના વઝીર-એ-આલમ કોણ બનશે


    મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદે કર્યું વોટિંગ

    મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સૈયદે લાહોરના બૂથમાંથી વોટ નાંખ્યો છે. ચૂંટણીમાં હાફિઝની પાર્ટીએ ઘણી બેઠકો પરથી કેન્ડિડેટ્સ ઉતાર્યા છે.



    નોંધનીય છે કે હાલ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ તેમની દીકરી અને જમાઇ સાથે જેલમાં બંધ છે. મુખ્ય મુકાબલો શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલએન), ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે થશે. આ ઉપરાંત અનેક નાની પાર્ટી પણ ચૂંટણી લડશે.

    આ પણ વાંચો: પાકિસ્તાન: જાણો કેમ રદ થઇ શકે છે ઇમરાન ખાનનો વોટ

    ઇમરાનખાન બનશે પીએમ?

    ઇમરાનના વિરોધીઓ પ્રમાણે તેમની પાર્ટીને સેના અને ગુપ્તચર એજન્સી 'ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)નું સમર્થન મળેલું છે. જેના કારણે માનવામાં આવે છે કે તેમને થોડો વધારે સપોર્ટ મળશે. ખાનનો દાવો છે કે, દેશની તમામ પારંપરિક રાજનૈતિક પાર્ટીઓને માત આપીને નવું પાકિસ્તાન બનાવશે.'

    ચૂંટણીમાં હિંસાનો ડર

    ચૂંટણીમાં હિંસાનો ડર એટલો બધો છે કે અહીં પહેલાથી જ મોત બાદની પ્રક્રિયા માટેની તૈયારી કરી દેવામાં આવી છે. પેશાવરમાં વોટિંગ સમયે હિંસાની આશંકાને ધ્યાનમાં રાખી 1000 કફન પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. પેશાવરના ડેપ્યુટી કમિશ્નરે આની જાણકારી આપી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, પેશાવરના ડેપ્યુટી કમિશ્નર ઈમરાન હામિદ શેખે જણાવ્યું કે, તે કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Nawaz sharif, Pakistan Election 2018, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन