liveLIVE NOW

ઈમરાન ખાન બોલ્યા- PM હાઉસમાં રહીશ નહી, નવું પાકિસ્તાન બનાવીશ

  • News18 Gujarati
  • | July 26, 2018, 21:22 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO

    હાઇલાઇટ્સ

    18:38 (IST)
    કાશ્મીર સમસ્યાને દૂર કરવા માટે ભારત અને પાકિસ્તાનને એક સાથે આવવું પડશે. જો આરોપ લગાવવાનું ચાલું રાખીશું તો આપણે સમસ્યાને દૂર કરી શકીશું નહી. ભારત અમે તમારી સાથે સંબંધ સુધારવા માંગીએ છીએ. તમે એક પગલું આગળ આવો અમે પણ આગળ આવીશું. જો સેના શહેરોમાં જશે તો આનાથી માનવાધિકારનો ઉલ્લંઘન થશે.

    18:36 (IST)
    ઈમરાન ખાને કહ્યું, પહેલાના પીએમ અને નેતાઓ પોતાના પર જ મોટા ખર્ચ કરતાં હતા, આજથી આવું થશે નહી. સાદગીથી રહીશું આટલા મોટા પ્રાઈમ મિનિસ્ટર હાઉસમાં નહી નાની જગ્યા જોઈશું. હું લોકોના ટેક્સની હિફાજત કરીશ

    18:34 (IST)
    ઈમરાન ખાને પોતાના સંબોધનમાં પાકિસ્તાનને નિશાના પર લીધો. તેમને કહ્યું કે, અત્યાર સુધી અમેરિકાએ પોતાની લડાઈઓ માટે આપણો ઉપયોગ કર્યો છે. હવે આપણે બંને ફાયદો પહોંચાડનાર સંબંધ ઈચ્છીએ છીએ. ઈરાન અને સાઉદી અરબ પણ આપણી સાથે છે. 

    18:32 (IST)
    કાશ્મીર મુદ્દા પર વાત કરતાં ઈમરાને ખાને કહ્યું કે, ઘણા લાંબા સમયથી કાશ્મીરના લોકો પરેશાન થઈ રહ્યાં છે. આપણે સાથે બેસીને કાશ્મીરની સમસ્યાને દૂર કરવી પડશે. જો ભારત સરકાર તૈયાર છે તો અમે વાતચીત દ્વારા સમસ્યાને દૂર કરી શકીએ છીએ. આ બંને દેશો માટે સારૂ રહેશે. 

    18:30 (IST)
    ઈમરાન ખાને ભારતીય મીડિયા પર હુમલો કરતા કહ્યું છે કે, જે રીતે તેમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા તેનાથી લાગ્યું કે, હું બોલીવૂડ ફિલ્મોનો વિલન છું. હું તે પાકિસ્તાનીઓમાં છું જે ભારત સાથે સારા સંબંધ ઈચ્છું છું. જો આપણે ગરીબી મુક્ત ઉપમહાદ્વીપ જોઈએ છે તો આપણે સારા સંબંધ બનાવવા પડશે અને વ્યાપાર કરવું પડશે.

    18:30 (IST)
    ઈમરાન ખાને અફઘાનિસ્તાન સાથે ખુલ્લી સીમાની તરફેણ કરી છે. તેમને કહ્યું કે, અફઙાની લોકોએ ઘણું બધું સહન કર્યું છે. પાકિસ્તાન તેમના સાથે ઉભો છે. 

    18:19 (IST)
    ઈમરાન ખાને કરેલી પ્રેસ કોન્ફ્રન્સમાં તેમને કહ્યું કે, આપણે ગરીબી સાથે લડવાનું છે, આ સૌથી મોટું પડકાર છે. આપણા સામે ચીન સૌથી મોટું ઉદાહરણ છે જેને 70 વર્ષોમાં પોતાના લોકોને ગરીબીમાંથી બહાર નિકાળ્યા

    18:18 (IST)

    પાકિસ્તાનના પૂર્વ સૈન્ય તાનાશાહ પરવેજ મુશરફે સામાન્ય ચૂંટણીઓને સાચી ઠેરવી હતી. તેમનું કહેવું છે કે, દેશે ઈમરાન ખાનના રૂપમાં ઈમાનદાર અને દેશભક્ત નેતાને પીએમ માટે પસંદ કર્યો છે. તેમને ચૂંટણીમાં ગડબડીના આરોપોને ફગાવી દેતા કહ્યું છે કે દરેક વખત હારનાર પાર્ટી આવા જ આરોપો લગાવે છે. 

    18:14 (IST)
    પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી જીત્યા પછી પીટીઆઈ પાર્ટીના નેતા ઈમરાન ખાને કહ્યું કે, તેમનો 22 વર્ષનો સંઘર્ષ રંગ લાવ્યો છે. તેમની દુવાઓ રંગ લાવી. મારા સ્વપ્ના પૂરા કરવા અને દેશની સેવા કરવાની તક મળી

    પાકિસ્તાનમાં બુધવારે થયેલ સામાન્ય ચૂંટણી પછી મતદાનના વોટોની ગણતરી થઇ ગઇ છે. ક્રિકેટરથી રાજનેતા બનેલ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) 119 સીટો પર આગળ છે. 63 સીટો પર પીએમએલએન બીજા સ્થાન પર અને 43 સીટો પર ભુટ્ટો ઝરદારીની પીપીપી ત્રીજા સ્થાન પર છે.

    શરૂઆતના આંકડાઓ આવતાની સાથે ચૂંટણીમાં કંઈક ખોટું કરવામાં આવ્યું હોવાના આરોપ પ્રત્યારોપ લગાવવાનું શરૂ થઈ ગયું હતું. પીએમએલએન અધ્યક્ષ શહબાજ શરીફે અડધી રાત્રે પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી. તેમને ચૂંટણીના પરિણામને માનવાથી ઈન્કાર કરી દીધો હતો. બિલાવલ ભુટ્ટોએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, 'અડધી રાતે પણ ચૂંટણીના ઓફિશિયલ પરિણા નથી મળી શકતાં.'

    પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી આયુક્તે ચૂંટણીનું પરિણામ મોડું આવવાનું કારણ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, 'હું પાકિસ્તાનની જનતાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે પરિણામો મોડા આવવા પાછળ માત્ર ટેક્નિકલ કારણ હતું.'

    પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે 137 બેઠકની જરૂર છે. તેવી સ્થિતિમાં પરિણામો પર નજર કરતાં હંગ એસેમ્બલી બનવાની સંભાવના વધી ગઇ છે. હવે જોવાનું એ રહેશે કે કઇ પાર્ટી કિંગમેકર બનીને સામે આવે છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन