Home /News /world /

સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો અંગે પાકે. કહ્યું, 'ભારત જોઇ શકે છે સપનું'

સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો અંગે પાકે. કહ્યું, 'ભારત જોઇ શકે છે સપનું'

આશરે 2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે (પ્રતિકાત્મક વીડિયો)

    પાકિસ્તાને ભારતીય મીડિયામાં પ્રસારિત થયેલા સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયોને નકારતા કહ્યું ભારતનો 'હાસ્યાસ્પદ' દાવો ગણાવ્યો છે.

    નોંધનીય છે કે ભારતની સેનાએ સપ્ટેમ્બર 2016માં સીમા પાર જઇને આતંકવાદીઓના સ્થળ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ઘણી ભારતીય ટીવી ચેનલોએ આનો વીડિયો બતાવ્યો હતો.

    વીડિયો પર પ્રતિક્રિયા આપતા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યું કે, 'મેં પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે સર્જિકલ સ્ટ્રાઇકનો હાસ્યાસ્પદ દાવો ભારતની એક કાલ્પનિક કથા છે વધારે કાંઇ નહીં. તેઓ સપના જોઇ શકે છે.'

    જુઓપહેલીવાર સામે આવ્યો સેનાના સર્જિકલ સ્ટ્રાઇક ઓપરેશનનો વીડિયો

    આશરે 2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ રોકેટ લોન્ચર, મિસાઈલ અને નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં કર્યો હતો. સેનાના આ કારનામાની દેશ દુનિયામાં ઘણી ચર્ચા થઇ હતી.

    મેં ક્યારેય ટીકા નથી કરીઃ અહેમદ પટેલ

    ભરૂચ જિલ્લાના નવ નિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના અભિવાદન સમારંભમાં હાજર રહેલા અહેમદ પટેલે સર્જિકલ સ્ટ્રાઇકના વીડિયો અંગે જણાવ્યું હતું કે, "આ ભારતીય સેનાનું ખૂબ જ સાહસિક કામ છે. મેં ક્યારેય આ અભિયાનની ટીકા નથી કરી." તેમણે એવું પણ કહ્યું હતું કે સરકારે જમ્મુ અને કાશ્મીરના પ્રશ્ન અંગે કોઈ ઉકેલ લાવવો જોઈએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Surgical strike, પાકિસ્તાન, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन