FATFમાં બ્લેકલિસ્ટ થવાથી પાકિસ્તાન ગભરાયું, લશ્કરના ટોચના 4 નેતાની ધરપકડ

FATFમાં બ્લેકલિસ્ટ થવાથી પાકિસ્તાન ગભરાયું, લશ્કરના ટોચના 4 નેતાની ધરપકડ

પાકિસ્તાનની તરફથી આ કાર્યવાહી FATF ની બેઠક પહેલા કરવામાં આવી છે

  • Share this:
    ઇસ્લામાબાદ : પાકિસ્તાનની (Pakistan) તપાસ એન્જસીઓએ ગુરુવારે આતંકવાદના ફંડીગના આરોપો ઉપર પ્રતિબંધિત લશ્કર-JuDના ટોચના ચાર નેતાઓની ધરપકડ કરી છે. ગુરુવારે ધરપકડ કરાયેલા લશ્કર-એ-તૈયબા, જમાત ઉદ દાવાના ટોચના ચાર નેતામાં પ્રોફેસર જફર ઇકબાલ, યાહયા અજીજ, મોહમ્મદ અશરફ અને અબ્દુલ સલામ સામેલ છે.

    પાકિસ્તાનની તરફથી આ કાર્યવાહી FATF ની બેઠક પહેલા કરવામાં આવી છે. પેરિસમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠક 12 ઑક્ટોબરથી 15 ઑક્ટોબર દરમિયાન યોજાશે.

    પાકિસ્તાનને ગત વર્ષે જૂનમાં ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યું હતું અને ઑક્ટોબર 2019 સુધી કાર્યવાહીની યોજના આપવામાં આવી હતી. તે સમયે પાકિસ્તાન સામે ઇરાન અને ઉત્તર કોરિયા સાથે બ્લેક લિસ્ટમાં રાખવાનો ખતરો હતો.

    પાકિસ્તાનના આતંકવાદી વિરોધી વિભાગ(CTD)ના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય કાર્ય યોજનામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે કારણ કે JuD / LeTના મુખ્ય નેતાઓની CTD પંજાબ દ્વારા આતંકવાદના ફંડીગના આરોપમાં ધરપકડ કરી છે.

    CTDએ કહ્યું હતું કે JuD / LeTના પ્રમુખ હાફિઝ સઇદ પહેલા જ ટેરર ફંડીંગના મામલામાં કેસનો સામનો કરી રહ્યો છે. હવે JuD-LeTની આખી પ્રથમ પંક્તિ કેસનો સામનો કરશે.

    તેમણે કહ્યું હતું કે સંદિગ્ધોએ અલ-અનફાલ ટ્રસ્ટની જેમ ટ્રસ્ટની રચના કરી છે. જે આ સંગઠનોની ફ્રન્ટ સંસ્થાના રુપમાં કામ કરે છે. સરકાર દ્વારા તેમની સંપત્તિઓ પહેલા જ ફ્રીઝ કરવામાં આવી છે. સંદિગ્ધોને શુક્રવારે ટ્રાયલ કોર્ટમાં રજુ કરવામાં આવશે.

    CTDએ 17 જુલાઈએ હાઇફ સઈદની ધરપકડ કરી હતી. તેને લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: