PM ઇમરાન ખાનને ફટકો, જનરલ બાજવા જ રહેશે પાકિસ્તાનના આર્મી ચીફ

News18 Gujarati
Updated: August 19, 2019, 6:38 PM IST
PM ઇમરાન ખાનને ફટકો, જનરલ બાજવા જ રહેશે પાકિસ્તાનના આર્મી ચીફ
PM ઇમરાન ખાનને ફટકો, જનરલ બાજવા જ રહેશે પાકિસ્તાનના આર્મી ચીફ

સૂત્રોના મતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારવાના પક્ષમાં ન હતા

  • Share this:
પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારી દીધો છે. જનરલ કમર જાવેદ બાજવા હવે આગામી 3 વર્ષ સુધી પાકિસ્તાનના સેના પ્રમુખ બન્યા રહેશે. પાકિસ્તાનની સરકારે આ નિર્ણય ક્ષેત્રિય સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખતા લીધો છે.

પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કાર્યલયમાંથી જારી કરેલ એક અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે જનરલ કમર જાવેદ બાજવાનો વર્તમાન કાર્યકાળ પૂરો થવાની તારીખથી ત્રણ વર્ષ સુધી વધુ એક કાર્યકાળ માટે સેનાધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. આ નિર્ણય ક્ષેત્રિય સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખતા લેવાયો છે.

આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીને આ દિવસે મળશે UAEનું સર્વોચ્ચ સન્માન

(Credit- Twitter)


સૂત્રોના મતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન બાજવાનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારવાના પક્ષમાં ન હતા. તે ઇચ્છતા હતા કે બાજવાનો કાર્યકાળ ફક્ત એક વર્ષ માટે વધારવામાં આવે પણ બાજવાએ કાર્યકાળ વધારવા માટે ઇમરાન ખાન ઉપર દબાણ બનાવ્યું હતું. જેના કારણે આ નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે બાજવા 58 વર્ષના છે અને તે આ વર્ષે રિટાયર થવાના હતા.

જનરલ બાજવાને પાકિસ્તાનની નવાઝ સરકારે નવેમ્બર 2016માં સેનાધ્યક્ષ બનાવ્યા હતા.
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading