Home /News /world /

UNSCની બેઠકમાં પાકિસ્તાન-ચીનને ફટકો, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

UNSCની બેઠકમાં પાકિસ્તાન-ચીનને ફટકો, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

UNSCની બેઠકમાં પાકિસ્તાન-ચીનને ફટકો, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

મોટા ભાગના દેશોએ એ વાત પર ભાર મૂક્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દ્વિપક્ષીય મામલો છે

    કાશ્મીર મુદ્દા ઉપર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બંધ કમરામાં થયેલી બેઠક પરિણામ વગરની અને કોઈ નિવેદન વગર સમાપ્ત થઈ ગઈ છે. આ વિષયનું આંતરરાષ્ટ્રીય કરણ કરવામાં લાગેલા પાકિસ્તાન અને તેના સહયોગી દેશ ચીનને મોટો ફટકો પડ્યો છે. વૈશ્વિક સંસ્થાના 15 દેશોની સભ્યતાવાળા પરિષદના મોટા ભાગના દેશોએ એ વાત પર ભાર મૂક્યો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક દ્વિપક્ષીય મામલો છે.

    ચીનની વિનંતી પર શુક્રવારે બોલાવવામાં આવેલી અનૌપચારિક બેઠક લગભગ એક કલાક ચાલી હતી. આ પછી સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના રાજદૂત ઝાંગ જુન અને પાકિસ્તાનની રાજદૂત મલીહા લોદીએ એક-એક કરીને ટિપ્પણી કરી હતી. આ દરમિયાન તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા ન હતા.

    સૂત્રોના મતે સુરક્ષા પરિષદના 15 સભ્યોમાં મોટાભાગના સભ્યોએ માન્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને તે બંનેએ જ અંદરો-અંદર સમાધાન કરવાની જરુર છે. આ કાશ્મીરનું આંતરરાષ્ટ્રીય કરવાની ઇચ્છા રાખતા પાકિસ્તાન માટે એક ફટકો છે.

    આ પણ વાંચો - પાકિસ્તાનને 24 કલાકમાં બીજા બે મોટા ઝટકા! ડૂબ્યા કરોડો રૂપિયા

    સૂત્રોએ કહ્યું હતું કે યૂએનએસસી અધ્યક્ષે ચર્ચા પછી કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવવાનો કોઈ આધાર નથી. આ વખતે પણ તેમની વાતોમાં દમ ન હતો. ચર્ચા પછી પોલેન્ડે કોઈ નિવેદન આપ્યું નથી.

    આ દેશોએ કર્યું ભારતનું સમર્થન
    સૂત્રોના મતે સુરક્ષા પરિષદમાં આફ્રિકી દેશ આઈવરી કોસ્ટ, ઇક્કેટોરિયલ ગુએના, ડોમનિકન રિપબ્લિક, જર્મની, અમેરિકા, ફ્રાન્સ અને રશિયાએ ભારતનું સમર્થન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના ફૂટનિતીત સૂત્રએ કહ્યું હતું કે ફ્રાન્સ ક્ષેત્રની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે પણ તેની પ્રાથમિકતા એ છે કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સંવાદ કરે. અમેરિકા અને જર્મનીનું પણ આ વલણ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: UNSC, ચીન, પાકિસ્તાન, ભારત

    આગામી સમાચાર