રેસ્ટોરન્ટ બહાર 14 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ, ગ્રાહકને બાળક પકડાવી થઈ રફૂચક્કર

રેસ્ટોરન્ટ બહાર 14 વર્ષની કિશોરીએ આપ્યો બાળકને જન્મ, ગ્રાહકને બાળક પકડાવી થઈ રફૂચક્કર
પ્રતિકાત્મક તસવીર

14 વર્ષીય કિશોરી કથિત એક નવજાત બાળક સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો હતો. જેની ગર્ભનાર પણ તેની સાથે જોડાયેલી હતી. તેણે શિશુને એક ગ્રાહકને આપ્યું હતું. રેસ્ટોરન્ટના એક કર્મચારી પ્રમાણે ગ્રાહકને બાળક પકડાવીને કિશોરી ત્યાંથી ભાગી ગઈ હતી.

  • Share this:
    ન્યૂજર્સીઃ અમેરિકાના ન્યૂજર્સીમાં એક એવી ઘટના સામે આવી છે જેનાથી લોકો દંગ રહી ગયા છે. એક 14 વર્ષની સગીર કિશોરીએ બાળકને જન્મ આપ્યો અને રેસ્ટોરન્ટ પહોંચી ગઈ હતી. સગીરા જ્યારે રેસ્ટોરન્ટ પહોંચી તો બાળકની ગર્ભનાળ તેની સાથે જોડાયેલી હતી. રેસ્ટોરન્ટમાં પરેશાન દેખાતી કિશોરી કોઈ ગ્રાહકને પોતાનું બાળક પકડાવીને ગાયબ થઈ ગઈ હતી.

    14 વર્ષીય કિશોરી કથિત એક નવજાત બાળક સાથે રેસ્ટોરન્ટમાં પ્રવેશ કર્યો હતો. જેની ગર્ભનાર પણ તેની સાથે જોડાયેલી હતી. તેણે શિશુને એક ગ્રાહકને આપ્યું હતું. રેસ્ટોરન્ટના એક કર્મચારી પ્રમાણે ગ્રાહકને બાળક પકડાવીને કિશોરી ત્યાંથી ભાગી ગઈ હતી.



    આ આખી ઘટના અહીં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ધ જર્સી જર્નલ પ્રમાણે કર્મચારી ફેંકી એગુઈલરે કહ્યું કે કિશોરીને એક નવજાત બાળકને જન્મ આપ્યો હતો. અને મદદ માંગી હતી. એગુઈલર પ્રમાણે તે થોડી હતાશ દેખાઈ રહી હતી. જ્યારે તેણે ગ્રાહકને બાળક પકડાવ્યું અને ત્યાંથી ચાલી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ માથાભારે ધનરાજ બેડલાનો છરી સાથે લુખ્ખાગીરીનો live Video, પોતાની દરેક કારમાં લગાવે છે પોલીસની પ્લેટ

    આ પણ વાંચોઃ-નવસારીઃ ભયંકર અકસ્માતનો live video, નેશનલ હાઇવે નં.48 પર ટેન્કર સાથે ધડાકાભેર અથડાયો ટેમ્પો, મહિલાનું મોત

    રેસ્ટોરન્ટમાં ગ્રાહક એલેજ સ્કોટે ડબ્લ્યૂએબીસીને જણાવ્યું કે તે પોતાના પ્રેમી સાથે ભોજન કરી રહી હતી. ત્યારે બાળક સાથે ખુબજ નાની ઉંમરની યુવતી મદદ માગી હતી. સ્કોટે શીશુના મહત્વપૂર્ણ અંગોની તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ કથિત રીતે કિશોરી રેન્ટોરન્ટ છોડીને ભાગી ગઈ હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટઃ ટુવ્હીલર ઉપર જતાં પતિ-પત્ની સાત બોટલ દારૂ સાથે ઝડપાયા, હકીકત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    આ પણ વાંચોઃ-પોલીસે પતિને ફટકાર્યો દંડ, બાઈકની હેડલાઈટ ફોડી, રણચંડી બનેલી પત્ની SDMને ચપ્પલ મારવા દોડી, હંગામાનો video

    સ્કોટના કહેવા પ્રમાણે બાળકનો શ્વાસ લેવામાં પરેશાની થઈ રહી હતી. ત્યારબાદ પોલીસ અધિકારી ઓક્સીજન ઉપકરણ લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્કોટ પ્રમાણે મેં બાળકનો ઓક્સીજન માસ્ક લગાવ્યું ત્યારે અને અચાનક ખુબસુરત રડવાનો અવાજ સાંભળ્યો બાળક હલવા લાગ્યું હતું. પોતાની આંખો ખોલી અને સૌથી મહત્વની બાબત એ હતી કે બાળકનો ભૂખ લાગી હતી. તે ઓક્સીજન માસ્કને ચૂસવાની કોશિશ કરી રહ્યું હતું.



    બીજી તરફ રેસ્ટોરન્ટ કર્મચારી એગુઈલર પ્રમાણે ગર્ભનાળ સાથે જોડાયેલા બાળકને એમ્બ્યુલન્સ થકી જર્સી સિટી મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ અધિકારીઓને બાળક મળ્યું તો તેણે બાળકને જન્મ આપવાની વાતથી ઈન્કાર કરી દીધો હતો.
    Published by:ankit patel
    First published:May 22, 2021, 23:39 IST

    ટૉપ ન્યૂઝ