ન્યૂઝ18 ગુજરાતી : ઈજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીનું કોર્ટમાં સુનાવણી દરમિયાન મોત થયું છે. ઈજિપ્તની સરકારી ટેલિવિઝને આ જાણકારી આપી છે. રિપોર્ટ મુજબ, કોર્ટની કાર્યવાહી બાદ મોહમ્મદ મોર્સી બેભાન થઈને પડી ગયા હતા, ત્યારબાદ તેમનું મોત થઈ ગયું.
મોહમ્મદ મોર્સીની ઉંમર 67 વર્ષની હતી. કોર્ટમાં તેમની પર જાસૂસીનો કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. મોહમ્મદ મોર્સીને ઈજિપ્તની સેનાએ 2013માં સત્તાથી પદભ્રષ્ટ કરી દીધા હતા.
કોણ હતા મોહમ્મદ મોર્સી?
મોહમ્મદ મોર્સી ઈજિપ્તના એક રાજનેતા હતા. તેઓએ ઈજિપ્તના પાંચમા રાષ્ટ્રપતિ તરીકે પોતાની સેવાઓ આપી. મોર્સી ઈજિપ્તના પહેલા એવા રાષ્ટ્રપતિ હતા જેઓ લોકતાંત્રિક રીતે ચૂંટાઈને સત્તામાં આવ્યા હતા. મોર્સી 30 જૂન 2012થી લઈને 3 જુલાઈ 2013 સુધી રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. જોકે જુલાઈ 2013માં સેનાએ તખ્તાપલટો કરી અને મોર્સીને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. ત્યારબાદ અબ્દુલ ફતાહ અલ-સીસી રાષ્ટ્રપતિ બન્યા.
બીજી તરફ, મોહમ્મદ મોર્સીને સત્તાને હટાવ્યા બાદ મુસ્લિમ બ્રધરહુડ સાથે સંકળાયેલા નેતાઓની વિરુદ્ધ ઘણી સખ્તાઈ દર્શાવવામાં આવી. મોર્સીના સમર્થકોની મોટા પાયે હત્યાઓ થઈ અને લોકો રાતોરાત ગુમ થઈ ગયા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર